________________
૧૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત છે સાચો સાધુ નિંદા ન કરે છે આ રીતે જેની પાસે આંતર ચારિત્રપરિણામ હોય તેને વિશિષ્ટ આત્મગુણોનો આસ્વાદ થયેલો હોવાના કારણે તે કદાપિ સાધુ-શ્રાવક આદિની નિંદા, ગહ, દ્વેષ વગેરે કરી ન શકે. અમૃતના ઘૂંટડા
પીનારને ઝેરના ઓડકાર ક્યારે પણ ન આવે. તેથી વિના સંકોચે જાહેરમાં સાધુ-શ્રાવક વગેરેની નિંદા આ કરનારના બહારથી ઉગ્ર દેખાતા ચારિત્રાચાર અપરિશુદ્ધ અનુષ્ઠાન જ જાણવા. શાસનહીલના, સાધુનિંદા , વગેરે કાર્યનું કારણ તો આંતરિક મલિન પરિણતિ જ છે. મલિનતર આશયથી જન્ય હોવાના લીધે, ને બહારથી શુદ્ધ જણાતી એવી પણ સંયમચર્યા અવશ્ય અપરિશુદ્ધ-મલિન છે. આશય એ છે કે પોતાના dી સંયમાચારને પરિશુદ્ધ બનાવવા ક્યારેય પણ સામ્પ્રદાયિક વ્યામોહ, કાનભંભેરણી વગેરેના લીધે
શાસનઅપભ્રાજના, સાધુનિંદા વગેરે ઝેરી પ્રદૂષણોનો આશરો ભૂલે ચૂકે પણ ન લેવાઈ જાય તે માટે આ પ્રત્યેક ભવભરુ સંયમીએ કાળજી રાખવી. અન્યથા અધ્યાત્મ જગતમાં દેવાળીયા બનવું પડે.
છે વિવેકદૃષ્ટિને અપનાવીએ છ તેમજ પ્રસ્તુત ગાથાથી બીજી વાત એ પણ સૂચિત થાય છે કે જો આપણે પંડિતકક્ષા મેળવવી વા હોય તો જેઓ શાસનહીલના, સાધુનિંદા વગેરે તેજાબી પ્રવૃત્તિમાં ગળાડૂબ બનેલા છે, તેઓના બાહ્ય મ સંયમાચારો, વિધિ, યતના વગેરેથી યુક્ત દેખાવા માત્રથી કે તેમની દેશનામાં શાસ્ત્રીયતા વગેરે ભાસવા
માત્રથી તેઓને શુદ્ધ સંયમી માની લેવાની ગંભીર ભૂલ કદાપિ ન કરવી. વિનયરન, અંગારમર્દક આચાર્ય વગેરે દષ્ટાંતોને વિવેકદૃષ્ટિએ વિચારવાથી પ્રસ્તુત હકીક્ત સમજી શકાય તેવી છે. વર્તમાનકાળમાં પ્રસ્તુત આધ્યાત્મિક તાત્પર્યાર્થની વ્યાપક અને વિશદ જાણકારી ઘણી આવશ્યક જણાય છે. આ રીતે પંડિતકક્ષાની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય તો જ પ્રબોધચિંતામણિમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ સુલભ બને. ત્યાં શ્રીજયશેખરસૂરિજીએ જણાવેલ છે કે “અનંત દર્શન-શાન-શક્તિ-આનંદસ્વરૂપ અમૃતનો આસ્વાદ કરનારા નિર્ભય એવા તે સિદ્ધાત્મા ત્યાં સિદ્ધશિલામાં અનંત કાળ સુધી સુખને માણશે.” (૧/૩)