________________
દ્રવ્ય-ગુણ-પયાયનો રસ +ટબો (૧૧/૮)].
૩૧૯ જો નિત્યતા ન છઈ તો, અન્વયે વિના ન કારય હોવઈ જી, કારયકાલિ અછતું કારણ, પરિણતિરૂપ વિગોવઈ જી; અનિત્યતા જો નહીં સર્વથા, અર્થક્રિયા તો ન ઘટઈ જી, દલનિ કારયરૂપ પરિણતિ, અનુત્પન્ન તો વિઘટતું જી .|૧૧/૮ (૧૯૦) જો નિત્યતા નથી અનઇં એકાંતક્ષણિક જ સ્વલક્ષણ છઈ
તો કારણના અન્વયે વિના કાર્ય ન (હોવઈ=) નીપજઈ. જે માટઈં કારણક્ષણ કાર્યક્ષણોત્પત્તિકાલઈ નિર્દેતુક નાશ અનુભવતો અછતો છઈ, તે (પરિણતિરૂપત્ર) કાર્યક્ષણપરિણતિ કિમ કરઈ ?
અછતો શું કારણક્ષણ કાર્યક્ષણ કરશું, તો ચિરનષ્ટ કારણ પરિણતિથી અથવા અનુત્પન્ન કારણપરિણતિથી કાર્ય નીપજવું જોઈએ. ઇમ તો કાર્ય-કારણભાવની વિડંબના થાઈ (વિગોવઈs). "
“અવ્યવહિત જ કારણક્ષણ કાર્યક્ષણ રૂપાદિકને કરઈ ઈમ કહિયઈ.
તોઈ “રૂપાલોક-મનસ્કારાદિક ક્ષણ રૂપાદિકનઈ વિષઈ ઉપાદાન આલોકાદિકનઈ વિષઈ નિમિત્ત - એ વ્યવસ્થા કિમ ઘટઈ ?
જે માટઈ અન્વય વિના શક્તિમાત્રઈ ઉપાદાનતા નિમિત્તમાંહિ પર્ણિ કહી સકાઇ. તે માટઈ ઉપાદાન તે અન્વયી માનવું.
અન્વયિપણું તેહ જ નિત્યસ્વભાવ.
હિવઈ જો સર્વથા નિત્યસ્વભાવ માનિઈ, અનઈ અનિત્યસ્વભાવ સર્વથા ન માનિઈ તો અર્થક્રિયા ન ઘટઈ. જે માટઈ દલનઈ = કારણનઇ, કાર્યરૂપતાપરિણતિ કથંચિત્ ઉત્પન્નપણું જ આવ્યું, સર્વથા અનુત્પન્નપણું વિઘટિઉં.
અનઈ જો ઈમ કહિઈ “કારણ તે નિત્ય જ, તવૃત્તિ કાર્ય તે અનિત્ય જ.” પુસ્તકોમાં “કાલે’ પાઠ. કો.(૬+૧૦+૧૧)નો પાઠ લીધો છે. જે કો.(૯)માં “કાર્યક્ષણ” પાઠ નથી. - પુસ્તકોમાં “કારણથી” પાઠ. P(૨)નો પાઠ લીધેલ છે. જે પુસ્તકોમાં “નીપનું' પાઠ કો.(૯)નો પાઠ લીધો છે. * પુસ્તકાદિમાં રૂપાદિકને પાઠ નથી. ફક્ત કો.(૧૨+૧૩)માં છે. '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૧૦+૧૧) + લા.(૨) + લી.(૧+૨+૩+૪) + સિ. + કો.( ૭)
+ પો. + ભા. + B(૨) + મો.(૨) + આ.(૧)માં છે. કે નિશ્ચિતમ્ દ્રવ્યાનુયોગતર્કણા + પાલિ. છે આ.(૧)માં “નિમિત્તમાં હોઈ પાઠ. મ કહી ન સકાઈ. B(૨) + પાલિ૦ + દ્રવ્યાનુયોગતર્કણા.
ધમાં “એમ ન કહીએ' આવો અશુદ્ધ પાઠ. 1 આ.(૧)માં “તેહતિ' પાઠ.