________________
૩૧૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત
परामर्श
* निजनानापर्याये सत्यपि 'तदेवेदं द्रव्यमिति येन,
धी: स नित्यस्वभावः पर्ययपरिणतिरनित्यस्वभावेन। सदेव रूपान्तरेण नश्यति ततो नित्यानित्यं हि वस्तु, सामान्येन विशेषनित्यता सामान्यनाशो विशेषेण ।।११/७॥
* નિત્ય-અનિત્યરવભાવનું નિરૂપણ એક થયો કલી:- પોતાના અનેક પર્યાયો હોવા છતાં પણ “આ તે જ દ્રવ્ય છે' - આવી પ્રતીતિ જે સ્વભાવ દ્વારા થાય તે નિત્યસ્વભાવ કહેવાય છે. અનિત્ય સ્વભાવથી પર્યાયની પરિણતિ ઉત્પન્ન થાય છે. વિદ્યમાન
એવી જ વસ્તુ અન્યસ્વરૂપે નાશ પામે છે. તેથી વસ્તુ નિત્ય-અનિત્ય ઉભયસ્વભાવવાળી જ છે. વિશેષ એ પણ સામાન્યસ્વરૂપે નિત્ય છે. તથા સામાન્ય પણ વિશેષસ્વરૂપે નાશ પામે છે. (૧૧/૭)
0 નિત્યાનિત્યરવભાવનો ઉપયોગ થાય
:- “શરીર જાડું થાય, દૂબળું થાય, માંદુ પડે, ઘરડું થાય, બેડોળ થાય કે ના રવાના થાય. આ તમામ સંયોગમાં આત્મામાં “નિત્યતાસ્વભાવ' અવ્યાહત રહે છે.” આમ વિચારી સર્વ
સંયોગમાં નિર્ભય, નિશ્ચલ અને નિશ્ચિત બનવું. તથા પૂર્વે પ્રતિકૂળ વ્યવહાર કરનાર માણસ ભવિષ્યમાં એ બીજી વાર મળે ત્યારે તેનો અનિત્યસ્વભાવ વિચારી, તેને નિર્દોષ માની, તેની સાથે મૈત્રી-સૌહાર્દપૂર્ણ , વ્યવહાર કેળવવો. “પૂર્વે ખરાબ વ્યવહાર કરનાર માણસની આંખ લાલ હતી, મોટું વિકરાળ હતું, વાણીમાં છે આક્રોશ હતો, મગજમાં ક્રોધ હતો, શરીર ક્રોધવશ ધ્રુજતું હતું. પરંતુ વર્તમાનમાં તો તેમનું કશું પણ યો જોવા મળતું નથી. તેથી અન્યાય કે અનુચિત વ્યવહાર કરનાર તે માણસ આ નથી' - આમ તેનો 4 અનિત્યસ્વભાવ વિચારી આપણે સ્વસ્થ રહેવું તથા શાંત ચિત્તે યોગ્ય વ્યવહાર તે માણસ સાથે કરવો. નિત્ય-અનિત્ય સ્વભાવના માધ્યમથી આપણી આવી નિર્મલ પરિણતિ કેળવવાનો આધ્યાત્મિક ઉપદેશ આ
શ્લોક દ્વારા મળે છે. તે નિર્મલપરિણતિના લીધે બૃહદ્રવ્યસંગ્રહમાં વર્ણવેલ નિત્યાનિત્યસ્વભાવાનુવિદ્ધ સિદ્ધાત્મસ્વરૂપ વિના વિલંબે ઉપસ્થિત થાય છે. ત્યાં દિગંબરાચાર્ય નેમિચંદ્રજીએ જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતો (૧) કર્મરહિત, (૨) આઠ ગુણવાળા, (૩) ચરમ શરીર કરતાં કંઈક ન્યૂનઅવગાહનાવાળા, (૪) લોકાગ્ર ભાગમાં રહેલા, (૫) નિત્ય તથા (૬) ઉત્પાદ-વ્યયથી યુક્ત હોય છે.” (૧૧/૭)