________________
परामर्श::अन्यथा सर्वशन
૩૧૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત ૩ રામમિષારદચરો -
'ते हुंति परावेक्खा, वंजयमुहदंसिणो त्ति ण य तुच्छा। સ લિમિi વેવિત્ત, સરવિ-ભૂધાળા (મા..રૂ૦) ત્તિ ૧૧/૬ll ~ अन्यथा सर्वशून्यता भवेद् (२) नास्तित्वं खलु परभावेन,
परभावेनाऽस्तित्वे सर्वं ह्येकस्वरूपमापद्येत । अस्तित्ववन्नास्तित्वं द्रुतं न स्फुरति व्यञ्जकविरहेण, न भाति सन्नपि शरावगन्धः सदा व्यञ्जकवियोगवशेन ।।११/६।।
છે અત્તિ-નાન્નિરવભાવ આવશ્યક છે મો :- અસ્તિસ્વભાવનો સ્વીકાર કરવામાં ન આવે તો સર્વશૂન્યતાની આપત્તિ આવે. (૨) પરભાવથી નાસ્તિત્વ જાણવું. પરભાવથી જો વસ્તુ હાજર હોય તો બધી વસ્તુ એકસ્વરૂપ જ બની
જાય. વ્યંજક ન હોવાથી અસ્તિત્વની જેમ નાસ્તિત્વ ઝડપથી હુરતું = જણાતું નથી. માટીના કોડિયામાં એ વિદ્યમાન એવી પણ ગંધ ભંજકના અભાવના લીધે સર્વદા જણાતી નથી. (૧૧/૬)
સાધના અને સિદ્ધિ અંગે સમજણ હS
A :- ટબામાં દર્શાવ્યા મુજબ, જેમ કોડિયાની ગંધ જલસંપર્કથી વ્યંગ્ય છે, ઉત્પાદ્ય ( નહિ તેમ કેવલજ્ઞાનાદિ આત્મગુણો પણ રત્નત્રયની આરાધના દ્વારા અને તત્ત્વત્રયની ઉપાસના દ્વારા | વ્યંગ્ય છે, ઉત્પાદ્ય નહિ. કેમ કે કેવલજ્ઞાનાદિ ગુણો આત્મામાં અનાદિ કાળથી વિદ્યમાન જ છે. તેની એ અભિવ્યક્તિ માટેનો ઉદ્યમ એટલે સાધના તથા તેની અભિવ્યક્તિ એટલે સિદ્ધિ. સાધનાથી જ સિદ્ધિ ત મળે છે, કેવળ ચર્ચાથી નહિ. આથી વ્યર્થ વાદ-વિવાદ-વિતંડાવાદમાં ક્યારેય અટવાયા વિના, પ્રલાપ છે કે બકવાટ કર્યા વગર સમ્યગ્દર્શનાદિ રત્નત્રયની આરાધના અને દેવ-ગુરુ-ધર્મસ્વરૂપ તત્ત્વત્રયીની ઉપાસના
કરવાનો જ ઉદ્યમ શક્તિને છૂપાવ્યા વિના પ્રામાણિકપણે કરવો. એ જ પરમાર્થથી શ્રેયસ્કર છે. એ સિવાય બીજી બધી પ્રવૃત્તિ કેવળ મોહરાજાની માયાજાળ, આળપંપાળ કે મજૂરી જ છે. તેનાથી દૂર રહેવાની આત્માર્થી જીવને આ શ્લોક દ્વારા પ્રેરણા મળે છે. તેના લીધે આરાધનાપતાકા ગ્રંથમાં જણાવેલ સિદ્ધસ્વરૂપ સરળતાથી પ્રગટે છે. ત્યાં જણાવેલ છે કે “એ સિદ્ધ ભગવંતો અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશક્તિ, અનંતસુખ સ્વરૂપ અનંત ચતુષ્ટયથી યુક્ત છે. સાંસારિક સુખ-દુઃખથી રહિત છે. લોકાગ્રભાગમાં રહેલા છે. તેમજ દીક્ષા લેતા અરિહંત પરમાત્માઓ દ્વારા “મો સિદ્ધા' - આ પ્રમાણે બોલવા વડે સિદ્ધો પૂજાયેલા છે.” (૧૧/૬)
1. ते भवन्ति परापेक्षा व्यञ्जकमुखदर्शिन इति न च तुच्छाः। दृष्टमिदं वैचित्र्यं शराव-कर्पूरगन्धयोः।। ક “વિ.” દ્રવ્યાનુયોતિયાના