________________
૩૦૨
©©,,,
બુદ્ધિ સ્વાર્થકેન્દ્રિત વિકૃત વિચારધારાને વળગે છે. શ્રદ્ધા પરાર્થકેન્દ્રિત વિમલ વિચારધારાને અપનાવે છે.
બુદ્ધિ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી મળે છે. શ્રદ્ધા મોહનીય કર્મના હ્રાસથી મળે છે.
બુદ્ધિ દુખનો સામનો કરવા સજ્જ છે. શ્રદ્ધા દુઃખને સહર્ષ સ્વીકારવા તૈયાર છે.
બુદ્ધિ જીવોની હાય લે છે. શ્રદ્ધા જીવોને “હાશ' દે છે.
બુદ્ધિ મંદિરમાં પરમાત્માની પ્રતિમાના દર્શન કરે છે. શ્રદ્ધા મંદિરમાં સાક્ષાત પરમાત્માના જ દર્શન કરે છે.
• બુદ્ધિને જગતસુધારણામાં જ રસ છે.
શ્રદ્ધાને જાતસુધારણામાં જ રસ છે.