________________
દ્રવ્ય-ગુણ-પયાયનો રાસ + ટો (૧૦/૬)]
૨૮૧
* સૂક્ષ્મ કૃતજ્ઞતાપરિણતિને પ્રગટાવીએ #
:- ‘સિદ્ધની ઊર્ધ્વગતિમાં ધર્માસ્તિકાય અપેક્ષાકારણ છે' - આનાથી એવું સિદ્ધ અ થાય છે કે કર્મમુક્ત થઈને ચૌદ રાજલોકના છેડે સિદ્ધશિલાની ઉપર પહોંચવા માટે પણ ધર્માસ્તિકાય દ્રવ્ય આપણું અનુગ્રાહક બનશે. ધર્માસ્તિકાય દ્રવ્યનું આ ઋણ નજર સમક્ષ રાખીને તેના પ્રત્યેની સૂક્ષ્મ કૃતજ્ઞતાપરિણિત આપણે ચૂકી ન જઈએ તેવો આધ્યાત્મિક સંદેશ પ્રસ્તુત શ્લોક દ્વારા પ્રાપ્ત થાય છે. મોક્ષસ્વરૂપની વિચારણા
આ રીતે ક્રમશઃ મોક્ષ માર્ગે આગળ વધતાં સમ્મતિતર્કવૃત્તિમાં બતાવેલી પદ્ધતિએ આત્માર્થી સાધક મોક્ષને મેળવે છે. ત્યાં જણાવેલ છે કે ‘તમામ કર્મમલકલંકને દૂર કરીને પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ ดู મેળવીને અયોગી કેવલજ્ઞાની મહાત્મા ઊર્ધ્વગતિપરિણામના સ્વભાવથી પવનશૂન્ય સ્થાનમાં રહેલા દીવાની યો જ્યોતિની જેમ ઊર્ધ્વ ગમન કરે છે. તે એક સમયમાં ઊર્ધ્વલોકના છેડે પહોંચી જાય છે. તમામ બંધનમાંથી છૂટીને પોતાના શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરનાર આત્મા ઊર્ધ્વલોકના છેડે રહે તે જ મોક્ષ છે.' (૧૦/૬) |