________________
\__\t)(t rhon
[ અધ્યાત્મ અનુયોગ સહિત
* મુક્તાત્મસ્વરૂપે આત્માને પરિણમાવીએ
આધ્યાત્મિક ઉપનય :- અમૂર્ત આત્મપ્રદેશોથી આરબ્ધ અનાદિસિદ્ધ અવસ્થિત આત્મદ્રવ્ય સંસારીરૂપે પ્રથમ પ્રકારે નાશ પામી વહેલી તકે મુક્તાત્મસ્વરૂપે પરિણમે તે જ આપણું કર્તવ્ય છે અને તે જ આપણી સાધનાની સમ્યક્ ફલશ્રુતિ છે. ‘દેવ-દાનવ-માનવ આદિ સ્વરૂપે, સંસારી સ્વરૂપે આપણો નાશ થવા છતાં પણ આત્મત્વરૂપે આપણે ધ્રુવ જ છીએ' - આવું જાણી સંસારીરૂપે આપણો વિનાશ થાય તેવો સમ્યક્ ઉદ્યમ કરવા કટિબદ્ધ થવાનો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તથાવિધ ઉદ્યમના બળથી વૈરાગ્યકલ્પલતામાં જણાવેલ મોક્ષ સુલભ બને. ત્યાં જણાવેલ છે કે ‘સર્વ દર્શનોમાં રહેલો વર્ણવેલો મોક્ષ કર્મના ક્ષયથી થાય છે. જ્ઞાન, દર્શન, સુંદર શક્તિ તથા સુખના સામ્રાજ્યસ્વરૂપ તે મોક્ષ છે.' (૯/૨૪)
૨૬૬
=