________________
૨૬૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત હS શુદ્ધ ભાવસ્યાદ્વાદને અપનાવીએ CS. હા, આપણે પકડેલા અંશો ગ્રાહ્ય છે કે ત્યાજ્ય ? તેનો યથાર્થ નિર્ણય કરવા માટે કોઈ પણ Lી વ્યક્તિ, વસ્તુ કે વિચારના શક્ય તમામ પાસાઓનો મુખ્ય વિચાર આપણે કરી લેવો જોઈએ, જેથી (ત આપણો નય દુર્ણય ન બની જાય. તથા આપણો અનેકાન્તવાદ એ દ્રવ્યસ્યાદ્વાદ (સગવડવાદ) કે અશુદ્ધ
(= મલિનઆશયગર્ભિત) અનેકાન્તવાદ સ્વરૂપ બનવાના બદલે વિશુદ્ધ ભાવઅનેકાન્તવાદ બની રહે. છે તેથી કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે વિચારનું યથાર્થ મૂલ્યાંકન કરવાની આ પદ્ધતિને સારી રીતે આત્મસાત
કરવાથી જ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે વિચારને આપણા દ્વારા થતો અન્યાય અટકી જાય. તથા તેને છે યોગ્ય ન્યાય પણ મળે. આ રીતે જીવન જીવવાથી સંવેગરંગશાળામાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે યો છે. ત્યાં શ્રીજિનચંદ્રસૂરિએ જણાવેલ છે કે “જગતમાં પ્રસિદ્ધ સિદ્ધ ભગવંતો એવા અપૂર્વ દીપક છે
કે જે સંસારીરૂપે બૂઝાઈ જવા છતાં પણ તથા તેલ અને વાટ ન હોવા છતાં પણ જગતને પ્રકાશે જ છે. તેઓ જગતમાં જય પામે છે.” (૯)૨૩)