________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૯/૧૬)]
૨૫૫
જ્ઞેય-દશ્ય પદાર્થથી સદા દૂર રહેવું. આપણા જ્ઞાન-દર્શન ઉપયોગને મલિન કરનારા અપ્રશસ્ત એવા શેય-દશ્ય પદાર્થનો નિરંતર રુચિપૂર્વક પરિચય કરીએ તો જ્ઞાન-દર્શન મિથ્યા બનતા વાર ન લાગે. ‘પ્રતિક્ષણ શેયાદિ પદાર્થ મુજબ જ્ઞાનાદિ પરિણમે છે' - આવું જાણીને તો ક્ષણવાર પણ અપ્રશસ્ત શેય ટા -દૃશ્ય વસ્તુનો પડછાયો ન લેવાઈ જાય તેની વ્યવહારથી કાળજી રાખવી જોઈએ. છે અપ્રશસ્તનું આકર્ષણ છોડીએ
..
તથા સંયોગવશ કે કર્મવશ લાચારીથી અપ્રશસ્ત જ્ઞેય-દેશ્ય પદાર્થથી દૂર ન જ રહી શકાય તો તેમાં ઉદાસીનતા-ઉપેક્ષા-અસંગતા-અલિપ્તતા જાળવી રાખવાનો પ્રામાણિકપણે પ્રયત્ન કરવા સદા તત્પર રહેવું. તથા શક્તિ-સંયોગ-સાધનસામગ્રી અનુકૂલ થતાં અપ્રશસ્ત શેયાદિ પદાર્થથી દૂર ખસી જવું. આવો આધ્યાત્મિક સંદેશ પ્રસ્તુત શ્લોક દ્વારા ગ્રહણ કરવા યોગ્ય છે. અપ્રશસ્ત જ્ઞેયપદાર્થોથી દૂર થતાં નિરુપમ સિદ્ધસુખ સુલભ બને. ઔપપાતિકસૂત્ર, પ્રજ્ઞાપનાસૂત્ર, દેવેન્દ્રસ્તવપયન્ના તથા તીર્થોદ્ગાલિપયન્ના નામના આગમમાં જણાવેલ છે કે ‘આ પ્રમાણે સિદ્ધોનું સુખ અનુપમ હોય છે. તેની કોઈ ઉપમા નથી.' (૯/૧૬)