________________
૨૪૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત તથા ‘ક્રિયા ને કૃતં વિસ્તૃ કૃતમ્ વ i' - આવો વ્યવહારનયનો સિદ્ધાંત લક્ષમાં રાખીને આપણે ત્રણ કે આઠ ઉપવાસ પૂર્ણ થયા બાદ પછીના દિવસે “મારે અક્રમનો કે અઠ્ઠાઈનો તપ પૂરો થયો છે' - તેમ માનવું. પરંતુ આપણે અઠ્ઠમનું પચ્ચખ્ખાણ કર્યા બાદ “મારે અઠ્ઠમ તપ પૂરો થઈ
ગયો' – એમ વિચારી તે જ દિવસે પારણું કરી ન લેવું. જિનાલયમાં બે-ત્રણ કલાક દિલ દઈને ભગવદ્ભક્તિ રામ કર્યા બાદ જ ‘મારે આજે પ્રભુકૃપાથી સુંદર ભક્તિ થઈ - તેમ વિચારવું.
યથાર્થ આરાધકપણાની ઓળખ છે ૪૫ આગમ તથા સંમતિતર્ક આદિ ગ્રંથોનો માર્મિક અભ્યાસ કર્યા બાદ જ “ગુરુકૃપાથી સારો (0 શાસ્ત્રબોધ મને પ્રાપ્ત થયો' - આવું આપણે વિચારવું. તથા દીક્ષા ગ્રહણ બાદ સારી રીતે વર્ષો સુધી
પંચાચારનું ગુર્વાજ્ઞા મુજબ પાલન કર્યા બાદ જ “દેવ-ગુરુકૃપાથી હું સંયમી બન્યો' - આવું નમ્રભાવે * વિચારવું. આ રીતે બીજાના માટે નિશ્ચયનયનો સિદ્ધાંત અને સ્વ માટે વ્યવહારનયનો સિદ્ધાંત ઉપરોક્ત ન રીતે લાગુ પાડીને આપણે યથાર્થપણે આરાધક બનવું જોઈએ. તેના લીધે ધર્મસંગ્રહણિમાં દર્શાવેલ સિદ્ધસુખ
ઝડપથી પ્રગટ થાય. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ સિદ્ધોના સુખની સિદ્ધિ કરવા માટે જણાવેલ છે કે “સિદ્ધોને
જન્મ ન હોવાથી ઘડપણ નથી, મોત નથી, ભય નથી, ચોરાશી લાખ યોનિમાં રખડપટ્ટી વગેરે સ્વરૂપ છે! સંસાર નથી. જન્મ વગેરે ન હોવાના લીધે સિદ્ધોને શ્રેષ્ઠ સુખ કેમ ન હોય ?' કારણ કે જન્મ-જરા
-મરણ આદિ પોતે જ દુઃખાત્મક છે, દુઃખજનક છે. તેથી તેની ગેરહાજરીથી સર્વોત્તમ આનંદ સિદ્ધોમાં સિદ્ધ થાય છે.(૯/૧૧)