________________
૨૪૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત 1. હકીકત જણાવી તેનાથી આધ્યાત્મિક સંદેશ આ પ્રમાણે ગ્રહણ કરી શકાય કે આપણે પૂર્વે જે કોઈ સુકૃત
કે દુષ્કૃત કરેલા હોય તે અનુગમશક્તિરૂપે આપણા ધ્રુવ આત્મામાં વર્તમાનકાળે પણ વિદ્યમાન છે. સુકૃતની છે. તે કે દુષ્કૃતની ક્રિયા સમાપ્ત થઈ જવા માત્રથી સુકૃતનો કે દુષ્કતનો સર્વથા નાશ થઈ જતો નથી. તેથી દુષ્કૃતના
કટુ ફળથી બચવા માટે દુષ્કતની આત્મસાક્ષીએ નિંદા, ગુસ્સાક્ષીએ ગઈ, પ્રાયશ્ચિત્તવહન, પુનઃ
અકરણનિયમ આદિમાં તત્પર રહેવું જોઈએ. તથા સુકૃતના મધુર ફળની સાનુબંધ અભિવૃદ્ધિ માટે થયેલા રામ સુકૃતની અનુમોદના, પુનઃ પુનઃ સુકૃતકરણની અભિલાષા, નવા નવા સુકૃતોના સંકલ્પો કરવામાં તત્પર રહેવું જોઈએ. સ્વસુકૃતની અનુમોદનાના અવસરે સ્વપ્રશંસા, આપબડાઈ કે મહત્ત્વાકાંક્ષાના વિષમ વમળમાં અટવાઈ ન જવાય તેની પૂર્ણ તકેદારી રાખવી. તેથી સ્વસુકૃતની અનુમોદના બને ત્યાં સુધી મનમાં કરવી. અનુમોદના એટલે તૃપ્તિનો ઓડકાર. તથા સ્વપ્રશંસા કે મહત્ત્વાકાંક્ષા એટલે ખાટો ગચરકો. તેવી દુષ્કતગહ - સુકૃતાનુમોદનાથી કાત્રિશિકા પ્રકરણમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ સર્વકર્મક્ષયસ્વરૂપ મુક્તિ નજીક આવે. આ વાત ખ્યાલમાં રાખવી. (૯/૧૦)