________________
૨૩૮
[ અધ્યાત્મ અનુયોગ સહિત શબ્દો ગુસ્સાનું નિમિત્તકારણ છે તથા આપણો આત્મા ગુસ્સાનું ઉપાદાનકારણ છે. તેથી શબ્દનો બગડેલો સ્વભાવ અને આપણો બગડેલો સ્વભાવ આ બન્ને ભેગા થવાથી ક્રોધાવલનો પ્રાદુર્ભાવ થાય છે
$ ખેલદિલીને ખીલવીએ 2. જો આપણો સ્વભાવ બગડેલો ન હોય તો આપણા કાને પડતા બગડેલા શબ્દો કોપાનલનું નિર્માણ
કરવા માટે અસમર્થ છે. ગોશાળાએ કડવા શબ્દોમાં ભગવાન મહાવીરસ્વામીજી પ્રત્યે ખોટા આક્ષેપો ( ૩ કર્યા, દોષારોપણ કર્યા તેમ છતાં પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા તેના પ્રત્યે લેશ પણ ગુસ્સે
થયા ન હતા. કારણ કે કડવા શબ્દ સ્વરૂપ નિમિત્તકારણ હાજર હોવા છતાં પણ ભગવાનનો સ્વભાવ જ બગડેલો ન હતો, ગુસ્સાનું ઉપાદાનકારણ ગેરહાજર હતું. તેથી ગુસ્સાનું નિમિત્તકારણ અકિંચિત્કર બની
ગયું. આ જ રીતે રતિ-અરતિ, ગમા-અણગમા, રાગ-દ્વેષ, હર્ષ-શોક આદિ વિવિધ વિકૃતિઓના વમળમાં આપણે અટવાઈ જતા હોઈએ; ત્યારે કેવળ બાહ્ય વાતાવરણ, બાહ્ય નિમિત્ત, બાહ્ય શબ્દો, બાહ્ય પરિસ્થિતિ વગેરેના બગડેલા સ્વભાવને કારણ માનવાના બદલે આપણા વિકૃત સ્વભાવને પણ તેમાં જવાબદાર છે માનવાની આપણે મધ્યસ્થતાપૂર્વક ખેલદિલી રાખવી જોઈએ. તે મધ્યસ્થતા-ખેલદિલીનો પ્રકર્ષ થાય તો
ક્ષેત્રલોકપ્રકાશમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે. ત્યાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ જણાવેલ છે કે “લોકાગ્રભાગમાં વ્યાપીને રહેલા સિદ્ધાત્માઓ વેદશૂન્ય, વેદનારહિત, ચિદાનંદમય તથા કર્મનો તાપ જવાથી અત્યંત શીતલ છે.” (૯/૬)
SATS