________________
૨૩૬
2}
[ અધ્યાત્મ અનુયોગ સહિત આધ્યાત્મિક દૃષ્ટિકોણથી એ રીતે ઉપયોગી છે કે આપણે ક્યારેક સમતા રાખીએ અને ક્યારેક મમતામાં
કે વિષમતામાં અટવાઈ જઈએ - આનો અર્થ એવો થાય કે સમતાપર્યાયને ઉત્પન્ન કરનાર આપણે 2. મમતા-વિષમતા પર્યાયને ઉત્પન્ન કરતી વખતે બદલાઈ જઈએ છીએ. ગુણાનુવાદ-ગુણિપ્રશંસા-ઉપબૃહણાદિ
કરનાર આપણે નિંદા-પંચાત કરતી વખતે જુદા સ્વભાવને ધારણ કરીએ છીએ. તપ કર્યા બાદ મીઠાઈ, ફરસાણ, ફળ વગેરેમાં આસક્ત થવા દ્વારા તપસ્વીસ્વભાવને ગુમાવી દેતાં વાર લાગતી નથી. વૈયાવચ્ચે કર્યા બાદ નિષ્કારણ કોઈની સેવા અધિકારપૂર્વક લઈએ ત્યારે વૈયાવચ્ચીસ્વભાવ રવાના થઈ ગયો છે - આ વાત ભૂલાવી ન જોઈએ. સ્વાધ્યાય બાદ હોંશે-હોંશે ગપ્પા મારીએ, વિકથા કરીએ ત્યારે સ્વાધ્યાયરુચિસ્વભાવ ગેરહાજર છે - આ હકીકત પણ ધ્યાનમાં રહેવી જોઈએ.
* શુભનું અશુભમાં સંક્રમણ ન કરીએ ? - ઉપરોક્ત હકીકત સત્ય હોવાથી જ “પ્રભુભક્તિ-ગુણીસેવા-જીવદયા આદિ દ્વારા શાતાવેદનીય કર્મ માં બાંધ્યા બાદ જીવહિંસા વગેરેમાં જોડાઈને જીવ અશાતા વેદનીય કર્મને બાંધે છે તથા પૂર્વે બાંધેલ શાતા
વેદનીય કર્મને પણ અશાતાવેદનીયરૂપે પરિણાવે છે' - આ મુજબ કર્મપ્રકૃતિ = કમ્મપયડી શાસ્ત્રમાં બતાવેલો સિદ્ધાંત પણ સંગત થાય છે. કેમ કે સ્વભાવ બદલાયા વિના કાર્ય ન બદલાય. કાર્યભેદ સ્વભાવભેદનો સાધક છે. આ રીતે આત્મસ્પર્શી આધ્યાત્મિક જાણકારી અને શ્રદ્ધા સાધકને સાધનામાર્ગે અપ્રમત્ત બનાવે છે. તેના બળથી જ ઉત્તરાધ્યયનસૂત્રમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ સત્વરે પ્રગટ થાય. ત્યાં સિદ્ધસ્વરૂપને જણાવતા કહેલ છે કે “નિર્મમ, નિરહંકાર, વીતરાગ, આશ્રવશૂન્ય, કેવલજ્ઞાનને પ્રાપ્ત કરેલ સિદ્ધાત્મા શાશ્વત કાળ સુધી સર્વથા સ્વસ્થ બને છે.” (/૫)