________________
૨૩૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત • અધ્યાત્મ અનુયોગ છે
મક ત્રિપદી દ્વારા ત્રિલક્ષણ સમજીએ શ્લોકાર્થ :- એક જ વસ્તુમાં ત્રણ લક્ષણને ત્રિપદી દ્વારા જે રીતે જિનેશ્વર ભગવંત જણાવે છે, - તે પ્રમાણે ચિત્તમાં તેની શ્રદ્ધા કરવાથી સર્વ સત્ કાર્યો સિદ્ધ થાય છે. (૧) યા છે પ્રાણીઓ ! હૃદયમાં આદર રાખીને જિનવાણીને સાંભળો. (ધ્રુવપદ)
* શ્રદ્ધાપૂર્વક ઊંડો અભ્યાસ જરૂરી : આધ્યાત્મિક ઉપનય :- “ભગવાને જે રીતે ત્રલક્ષણ્ય ત્રિપદી દ્વારા જણાવેલ છે, તે રીતે ચિત્તમાં શ્રદ્ધા તે કરવાથી સર્વ સત્ કાર્યો સિદ્ધ થાય છે' - આવું કહેવા દ્વારા ગ્રંથકારશ્રી સમ્યગ જ્ઞાન-દર્શન
-ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગ ઉપર આપણને આગળ ધપાવવા માંગે છે. ભગવાને જે રીતે કહ્યું તે રીતે શ્રદ્ધા
કરવા માટે ઊંડા અભ્યાસપૂર્વક તેની સાચી જાણકારી મેળવવી પડે. ઊંડો અભ્યાસ એટલે આગમ, યુક્તિ છે અને યોગસાધના દ્વારા જિનોક્ત તત્ત્વનું અન્વેષણ. આના માધ્યમથી સમ્યગુ જ્ઞાન પ્રાપ્ત થાય. તે સ્વરૂપે
શ્રદ્ધા કરવાથી સમ્ય દર્શન પ્રાપ્ત થાય. તેમજ સમ્યગુ જ્ઞાન-દર્શનપૂર્વક સર્વ સદ્અનુષ્ઠાન કરવાથી સમ્યફ છે ચારિત્ર પ્રાપ્ત થાય. આ રીતે તાત્ત્વિક રત્નત્રયની પ્રાપ્તિ દ્વારા જીવ વહેલી તકે મોશે પહોંચે છે. ત્યાં અનન્ત
ગુણોના ઐશ્વર્યથી યુક્ત એવો આત્મા રહે છે. આ અંગે કુમારપાળપ્રબોધપ્રબંધ ગ્રંથમાં ઉદ્ધત કરેલી કારિકામાં જણાવેલ છે કે “તે લોકાગ્રમંદિરમાં સ્થાન મેળવીને સ્વાભાવિક અનન્ત ગુણોના ઐશ્વર્યથી યુક્ત એવા સિદ્ધાત્મા રહે છે.' આ મુજબ આધ્યાત્મિક તાત્પર્યનું પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. (૯/૧)