________________
૨૨૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત આનંદ સમજવો. સ્વમતનો આંધળો રાગ કે પરમતનો આંધળો દ્વેષ રાખી, ઈર્ષ્યાભાવથી બીજાને હલકા ચિતરી જે આનંદ મળે તે તામસિક આનંદ જાણવો.
આત્માર્થી જીવે આવા તામસિક આનંદથી સદા દૂર રહી, આધ્યાત્મિક આનંદ મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું. આવો આધ્યાત્મિક ઉપદેશ આ શ્લોક દ્વારા મળે છે. આ રીતે જ વાદળરહિત શરદપૂનમના ચંદ્ર જેવું સિદ્ધસ્વરૂપ પ્રગટે. આ અંગે દશવૈકાલિકસૂત્રમાં જણાવેલ છે કે જેમ સંપૂર્ણ વાદળના પડલો રવાના થતાં ચંદ્ર શોભે, તેમ કર્મસ્વરૂપ વાદળા રવાના થતાં આત્મા શોભે છે.’ (૮/૨૫) * આઠમી શાખા સમાપ્ત