________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૮/ર૧)].
૨૧૯ ઘર, પરિવાર...” ઈત્યાદિ વ્યવહાર કરવામાં મુમુક્ષુને મુદલે રસ હોતો નથી. તેમ છતાં તેવો લોકસંમત વ્યવહાર તેને અનિવાર્યપણે ક્યારેક કરવો પડતો હોય છે. આ પ્રકારના લૌકિક વ્યવહારમાં ગળાડૂબ જ બનીને મોક્ષતત્ત્વને, શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટ કરવાનું લક્ષ્ય ચૂકી ન જવાય તે માટે, “અહં-મમ' આવા ધ્યા ઘંટીના બે પડ વચ્ચે પીસાઈ ન જવાય તે માટે તત્ત્વગ્રાહી નિશ્ચયનય રૂપી ખીલાને તે વળગી રહે છે.
છે. તીવ્ર મુમુક્ષા પ્રગટાવીએ છી આમ ક્વચિત જનસમાજમાં કરવી પડતી પ્રવૃત્તિને વ્યવહારનયથી પ્રયોજનભૂત માની નિશ્ચયસંમત છે પરમ ઉપાદેય પરમાત્મતત્ત્વના પ્રગટીકરણનો પુરુષાર્થ અવિરતપણે તેના અંતઃકરણમાં પ્રવર્તતો હોય " છે. આવું બને તો જ તીવ્ર મુમુક્ષા તાત્ત્વિક રીતે ગ્રંથિભેદ અને ઘાતિકર્મછેદ કરાવી તેને નિજ ધામમાં છે પહોંચાડે છે અને ત્યાં સદા સ્થિર કરે છે. પુરુષાર્થસિદ્ધિઉપાયમાં જણાવેલ છે કે “જે વ્યવહારનયને : અને નિશ્ચયનયને વસ્તુસ્વરૂપ વડે યથાર્થપણે જાણીને નિશ્ચય-વ્યવહારનયના પક્ષપાતથી રહિત થાય છે, પણ તે જ શિષ્ય ઉપદેશના સંપૂર્ણ ફળને પામે છે.” તેવી મધ્યસ્થતાના બળથી મુનિ માર્ગ પરિશુદ્ધિવ્યાખ્યામાં છે, શ્રીકુલચંદ્રસૂરિજીએ દર્શાવેલ, રાગ-દ્વેષાદિ સમસ્ત દ્વન્દ્રોથી શૂન્ય, અવ્યાબાધ એવા સિદ્ધ પરમાત્માના સુખને ઝડપથી મેળવે છે. (૮/૨૧)