________________
૧૮૯
2ય ઉપના
૩
,
Uર કેશ: :
દ્રવ્ય-ગુણ-પયાયનો રાસ + ટબો (૧૯)],
gઉપનય ભાષ્યા એમ રે, અધ્યાતમ *નય;
કહી પરીક્ષા જસ કહો એ ૭/૧લા (૧૦૮) ઈમ ઉપનય (ભાખ્યા =) કહિયા, હિવઈ આગિલી ઢાલમાંહિ, અધ્યાત્મનય કહીઈ કે છઇં, એહમાંહિ ગુણ-દોષ પરીક્ષા કરી ભલો યશ (લહોત્ર) પામો. II/૧૯લા
, त्रय उपनया उक्ताः, तेषां परीक्षया यशः।
लभतामधुनाऽध्यात्म-नयकथोच्यते मुदा ।।७/१९ ।। શ્લોકાર્થ :- ત્રણ ઉપનયનું નિરૂપણ કર્યું. તેની પરીક્ષા દ્વારા યશને પ્રાપ્ત કરવો. હવે અધ્યાત્મનયની કથા આનંદથી કહેવાય છે. (/૧૯)
છે પરીક્ષા કરવાની ત્રણ શરતને ઓળખીએ છે આધ્યાત્મિક ઉપનય :- દિગંબરકથિત નય - ઉપનયની પરીક્ષા (૧) મધ્યસ્થ દૃષ્ટિથી, (૨) આગમ અનુસાર તથા (૩) ગુણ-દોષની અપેક્ષાએ કરવી - આ પ્રમાણે જે વિધાન અહીં ‘પરામર્શકર્ણિકા' નામની સંસ્કૃત વ્યાખ્યામાં કરવામાં આવેલ છે, તે ખૂબ માર્મિક વાત છે. આનાથી એવું ફલિત થાય છે કે (૧) કોઈ પણ વ્યક્તિની વાતની પરીક્ષા હીનદષ્ટિથી કે તિરસ્કારદૃષ્ટિથી કે પક્ષપાતથી કરવી યોગ્ય નથી. (૨) તથા પોતાની માન્યતા, અવધારણા કે સંકલન મુજબ કોઈ પણ વ્યક્તિની વાતની પરીક્ષા કરવી એ પણ છે કે વ્યાજબી નથી. (૩) તેમજ કોઈ પણ વ્યક્તિની વાતમાં રહેલા શબ્દો કે છંદ-અલંકાર-પ્રાસ-આરોહ-અવરોહ વગેરે બાબતો ઉપર બહુ ભાર આપવાના બદલે તેમાં રહેલ ગુણ-દોષ પ્રત્યે આપણી દૃષ્ટિને કેન્દ્રિત કરવી દી જોઈએ.
....તો યશ અને વિજય મળે છે આ ત્રણ નિયમનું પાલન કરીને પરીક્ષા કરવાની કુશળતા ધરાવનાર વ્યક્તિ જ વાસ્તવમાં રૂફ સર્વદિગામી યશ અને વિજય મેળવવાનો અધિકારી છે. તેથી જિનશાસનની ખરી પ્રભાવના કરવાની કામનાવાળા આત્માર્થી સાધકોએ ઉપરોક્ત અધિકાર મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ - એવું અહીં સૂચિત થાય છે. તેવા પ્રયત્નના પ્રભાવથી ઉપદેશકલ્પવલ્લીમાં શ્રીસુમતિવિજયગણિવરે દર્શાવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે ‘સિદ્ધ ભગવંતો જન્મ-જરા-મરણ-રોગ-શોક-ભય-પીડાથી છૂટી ગયેલા છે તથા વિશ્વના તમામ જીવોના સુખને ઓળંગી જાય તેવા સુખને તેઓએ પ્રાપ્ત કરેલ છે.' (૧૯)
0 સાતમી શાખા સમાપ્ત છે
P(૧)માં ‘ઉભય’ પાઠ. * પા.માં “નર્ય’ પાઠ. પુસ્તકોમાં “નય’ પાઠ. ૩ પુસ્તકોમાં “કહી નઈ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. • આ.(૧)માં “પરીક્ષા કરી ભલો યશ..' પાઠ. પુસ્તકોમાં “પરીક્ષાનો યશ’ પાઠ.