________________
૧૮૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત તે “હું મારા” પણાના સંબંધ ઉપર નભનારા સ્નેહરાગ, કામરાગ વગેરેથી મુમુક્ષુએ પોતાનો આત્મા વહેલી તકે છોડાવવો. તે માટે તત્ત્વદષ્ટિનું આલંબન લઈને પ્રસ્તુત સજાતીય ઉપચરિત અસદ્દભૂત વ્યવહાર ઉપનયની
કલ્પનાઓની રચનાથી વિશ્રાન્ત થવું. હું તેનો પિતા છું, તેમનો દીકરો છું, તેનો કાકો છું, તેણીનો પતિ શ છું – આ પ્રમાણેનો જે વ્યવહાર થાય છે, તેના વિષયભૂત પિતૃત્વ આદિ પર્યાયો વાસ્તવમાં આત્મામાં રહેતા
નથી. પરંતુ લોકવ્યવહારના આધારે આત્મામાં તેની કલ્પના કરાય છે. “શરીરોમાં આત્મા તરીકેની (=
“હુંપણાની) બુદ્ધિના કારણે “મારો પુત્ર, મારી પત્ની”- ઈત્યાદિ કલ્પનાઓ ઉત્પન્ન થાય છે. તે કલ્પનાઓથી (તે જીવ (પુત્રાદિને) પોતાની સંપત્તિ માને છે. (તે તુચ્છ કલ્પનામાં જ સંપત્તિના દર્શને જીવ કરે છે.) હાય ! આ જગત આમ હણાયેલ છે” - આ સમાધિતંત્રની અને સમાધિશતકની કારિકા અહીં યાદ કરવી.
છે ધર્મમાં અંતરાય ન કરીએ છે. તે ક્યારેક પુત્ર-પુત્રી વગેરેને દીક્ષા અપાવવામાં કે ધર્મ કરવામાં મા-બાપ અંતરાય કરતા હોય છે. - વાસ્તવમાં આવા અવસરે ઉપચરિત અસભૂતવ્યવહાર ઉપનયને લક્ષમાં રાખીને મા-બાપે વિચારવું તે જોઈએ કે “પુત્ર-પુત્રી મારા છે - આ વ્યવહાર ઉપચરિત છે, અસભૂત છે. વાસ્તવમાં તો જગતમાં
એક પણ સગા-સ્નેહી મારા નથી' - આવી વિચારણાથી પોતાનો મોહ દૂર કરીને પુત્ર-પુત્રીનું સાચું હિત કરવું જોઈએ. આ રીતે પિતૃત્વ-માતૃત્વ વગેરે જે પર્યાયો વાસ્તવિક ન હોય પણ કાલ્પનિક હોય તેના વિચારવમળમાં સતત ખોવાયેલા રહીને આપણા આત્મામાં રાગ-દ્વેષાદિ મલિન પરિણામોનો પ્રવાહ ઉત્પન્ન ન થઈ જાય તેની કાળજી રાખવી. તેનાથી આવશ્યકનિયુક્તિઅવચૂર્ણિમાં શ્રી જ્ઞાનસાગરસૂરિએ દર્શાવેલ આઠ કર્મમલનો સર્વથા વિયોગ થવા સ્વરૂપ મોક્ષ નજીક આવે. (૭/૧૭)