________________
૧૭૬
[ અધ્યાત્મ અનુયોગ સહિત
પર્યાયઈ પર્યાય ઉપચિર વલી,
હય ગય બંધ યથા કહિયા એ. ॥૭/૮૫ (૯૭)
(વલી,) •પર્યાયઈ હય ગય પ્રમુખ આત્મદ્રવ્યના અસમાન* જાતીય દ્રવ્ય પર્યાય, આત્મપર્યાય ઊપર પુદ્ગલપર્યાય જે *બંધ, તેહનો
તેહનઈં (યથા) ખંધ કહિઉં છઈં.
।।૦૮।
ઉપચાર કરીનઇં ૩. परामर्शः
पर्यये पर्ययाऽऽरोपोऽन्यपर्यायव्यपेक्षया ।
स्कन्धो हय-गजादिर्हि जीवभावेषु चर्यते । । ७/८ ॥
* અસદ્ભૂત વ્યવહારનો ત્રીજો ભેદ
શ્લોકાર્થ :- પરપર્યાયની અપેક્ષાએ પર્યાયમાં પર્યાયનો આરોપ થાય છે. જેમ કે ઘોડો-હાથી વગેરે સ્કંધ છે'- આ પ્રમાણે જીવના પર્યાયમાં ઉપચાર કરવામાં આવે છે. (૭૮)
* ઉન્માર્ગનિવારણનો આશય મ
આધ્યાત્મિક ઉપનય :- સદ્ભુતનયની તથા શુદ્રનયોની ભાવનાથી આત્માને ભાવિત કરવા, તેવા સુવાસિત અન્તઃકરણને મેળવવા પ્રસ્તુત અસદ્ભૂત વ્યવહાર ઉપનયની વાસનાને શ્રદ્ધામાંથી તિલાંજલી . આપવી. તેની રુચિને મૂળમાંથી ઉખેડવાથી તેના નિમિત્તે થનારા નિષ્પ્રયોજન વચનપ્રયોગ, નિરર્થક માનસિક વિકલ્પો, તુચ્છ પ્રવૃત્તિઓ ઘટવા માંડે છે, રવાના થાય છે. તેથી આત્માર્થી સાધકે આ અસદ્ભૂત એ વ્યવહારને મૂળમાંથી ઉખેડવાનું લક્ષ્ય રાખીને જ્યાં સુધી તેનું ઉન્મૂલન ન થાય ત્યાં સુધી તેનો સદુપયોગ કરવો. તે આ રીતે - ‘શુદ્ધનિશ્ચયથી ચેતન ચૈતન્યસ્વભાવમાં રમે છે. જડ દ્રવ્યના પર્યાયોની સાથે આત્માને કોઈ સંબધ નથી' - આવું જાણીને કોઈ જીવ કર્મવશ કે પ્રમાદાદિવશ ઉન્માર્ગગામી બની જાય, તો તેવા જીવને બોધપાઠ આપવા માટે અસદ્ભૂત વ્યવહાર ઉપનયનો ત્રીજો ભેદ જણાવે છે કે ‘આ જીવ જ દુરાચાર-વ્યભિચાર-અનાચારને પરવશ બની હાથી, ઘોડા વગેરે પર્યાય સ્વરૂપે પરિણમીને જડપુદ્ગલસ્કંધસ્વરૂપ બની પોતાના કુકર્મોની સજાને ભોગવે છે.' આ પ્રમાણેનો ઉપદેશ ઝીલી જીવો દુરાચાર વગેરેથી ખસી, સદાચારસન્મુખ બની, રત્નત્રયના પરિણામોને પ્રગટાવી, અધ્યાત્મસારવૃત્તિમાં વર્ણવેલા સર્વ કર્મબંધનમાંથી છૂટકારા સ્વરૂપ મોક્ષને ઝડપથી મેળવી લે છે.(૭/૮)
* ‘પરજઈ વલી ઉપચાર પરજઈકો, જઈ હુંડ સંસ્થાનિ નારકી એ' પાઠ કો.(૧)માં છે.
I પુસ્તકોમાં ‘રે' પાઠ. લી.(૧)નો પાઠ લીધો છે.
* પાલિ.માં ‘પર્યાયનઈં' પાઠ.
* કો.(૧૨)માં ‘આત્મપર્યાયના’ પાઠ.
♦ કો.(૧૩)માં ‘સમાન' પાઠ છે.
* પુસ્તકોમાં ‘સ્કંધ' પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. ૦ કો.(૧૩)માં ‘કીજૈ' પાઠ.