________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૭/૭)]
કાલી લેશ્યા ભાવ, શ્યામગુણઈ ભલી*; ગુણઉપચાર ગુણઈ કહો એ II૭/૭ા (૯૬) ભાવલેશ્યા આત્માનો અરૂપી ગુણ છઈં.
તેહનઈં જે (કાલી=) કૃષ્ણ-નીલાદિક કહિŪ છઈં, તે (શ્યામગુણઈ ભલી=) કૃષ્ણાદિ પુદ્ગલદ્રવ્ય ગુણનો ઉપચાર કીજઇ છઈ. એહ આત્મગુણઈ પુદ્ગલગુણનો ઉપચાર (કહો) જાણવો. કૃતિ ભાવાર્થ: ૨. II૭/૭
परामर्शः
भावलेश्या तु कृष्णोक्ता, कृष्णगुणोपचारत: ।
गुणे गुणोपचारस्तु स कथितो मुनीश्वरैः । । ७ / ७।।
૧૭૫
* અસદ્ભૂત વ્યવહારનો બીજો ભેદ
શ્લોકાર્થ :- ‘કૃષ્ણ ગુણના ઉપચારથી ભાવલેશ્યા તો કૃષ્ણ કહેવાયેલી છે' - આવું જે વચન છે તેને મુનીશ્વરોએ ગુણમાં ગુણનો ઉપચાર કહેલો છે. (૭/૭)
લેશ્યાનો વર્ણ દેખાડવાનું પ્રયોજન
આધ્યાત્મિક ઉપનય :- ‘આત્મા તો શુદ્ધ છે, નિરંજન-નિરાકાર છે, અસંગ અને અલિપ્ત છે' - આવું હોઠથી બોલવાનું અને મનમાં અન્ય જીવો પ્રત્યે દ્વેષ-દુર્ભાવ-ધિક્કાર-તિરસ્કાર રાખવાનો આવી આત્મવંચનામાંથી જીવને ઉગારવા માટે અસદ્ભૂત વ્યવહાર ઉપનયનો બીજો પ્રકાર આત્મગુણમાં પુદ્ગલદ્રવ્યગુણનો ઉપચાર કરીને કહે છે કે ‘“બીજાને ભયંકર નુકસાન પહોંચાડવા તૈયાર થનારી કૃષ્ણ- ૨ લેશ્યાનો તું અત્યારે શા માટે શિકાર બની રહ્યો છે ? તારી ભાવપરિણતિસ્વરૂપ લેશ્મા કાળી છે. તેને તું છોડ. ‘હું નિરંજન છું’ - એવા અભિમાનને ધારણ ન કર.” આ રીતે અસદ્ભૂત વ્યવહારનો બીજો ભેદ સાધકની આંખ ખોલવાનું કામ કરે છે. ખરેખર ગર્વ-અભિમાન તો રાગ-દ્વેષાત્મક છે. તેનો સંપૂર્ણતયા યો ક્ષય થાય તો જ મોક્ષસુખ પ્રગટ થાય. આ અંગે ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલ છે કે ‘રાગ અને દ્વેષ પૂરેપૂરા ખપી જાય તો જીવ એકાંતસુખરૂપ મોક્ષને મેળવે છે.' (૭/૭)
Þ શાં.માં ‘ભલા' પાઠ.
1 લી.(૧)માં ‘જીવલેશ્યા' પાઠ.
પાઠા॰ પરિણામ કહઈ, તેહિ જ સ્વભાવ, તેહનો ઉપચાર.