________________
૧૬૩
જવા
પર 81: ?
દ્રવ્ય-ગુણ-પધાર્યનો રાસ + ટબો (/૧૫)]
ક્રિયાપરિણત અર્થ જ માનઈ સર્વ એવંભૂત રે; નવઈ નયના ભેદ ઈણિ પરિ, અઠાવીસ પ્રભૂત રે /૬/૧પ (૮૮) બહુ.
એવંભૂતનય સર્વ અર્થ, ક્રિયાપરિણત (જ) ક્રિયાવેલાઈ માનઈ, અનઈ અન્યદા ન માનઈ. જિમ રાજઇ = છત્ર-ચામરાદિકઈ શોભઇ, તે રાજા. તે પર્ષદામાંહિ બઇઠાં ચામર ઢલાઈ, તિવારઈ.
સ્નાનાદિક વેલાઈ તે અર્થ વિના રાજા ન કહિયઈ.
દ્રવ્યાર્થિક-૧૦, પર્યાયાર્થિક-૬, નિગમ-૩, સંગ્રહ-૨, વ્યવહાર-૨, ઋજુસૂત્ર-૨, શબ્દ૧, સમભિરૂઢ-૧, એવંભૂત-૧૧ (ઈણિ પરિક) ઇમ નવાઈ નયના અઠાવીસ ભેદ પ્રભૂત કહતાં ઘણા થયા. *ઈતિ ભાવાર્થ. ઈમ બહુશ્રુતવંત હયિ) તે સમજી લેવો.* /૬/૧પો.
# शब्दवाच्यक्रियायुक्तमेवम्भूतोऽखिलं नयः।
नव नयप्रकारा हि प्रभूता गजनेत्रगाः।।६/१५।।
- એવંભૂતનચનું પ્રતિપાદન : શ્લોકાર્થ :- એવંભૂતનય તમામ વસ્તુને શબ્દથી પ્રતિપાદ્ય એવી ક્રિયાથી યુક્ત માને છે. આ રીતે નવ નયના (અવાન્તર) ઘણાં = અઠ્ઠાવીસ ભેદ થાય છે. (૬/૧૫)
* એવંભૂતનયનો આધ્યાત્મિક ઉપદેશ * આધ્યાત્મિક ઉપનય : એવંભૂતનય શબ્દપ્રતિપાદ્ય ક્રિયાથી યુક્ત વસ્તુને જ તે શબ્દના વાચ્યાર્થરૂપે આજે સત્ માને છે. આ બાબત એ રીતે ઉપયોગી છે કે વિરાધનાથી અને વિરાધકભાવથી અટકવાની પરિણતિથી 21 પરિણત હોઈએ ત્યારે જ આપણે વિરતિધર છીએ. મોક્ષમાર્ગને સાધી રહ્યા હોઈએ ત્યારે જ આપણે આપણને સાધક કે સાધુ માનવા. સાધુજીવનમાં અંતરંગ પરિણામના સ્તરે પુગલોને વિશે ઉદાસીનતા 0 - મૌન આવે તો જ આપણે મુનિ સાચા. દુર્ગતિ તરફ જતી આપણી જાતને અટકાવી સદ્ગતિના માર્ગે આત્માને આગળ ધપાવી રહ્યા હોઈએ તો જ આપણે ધર્માત્મા કહેવાઈએ. તેવી ક્રિયાથી કે પરિણામથી ની પરિણત થયા ન હોઈએ ત્યારે આપણને વિરતિધર-સાધક-સાધુ-મુનિ-ધર્માત્મા માનવાની ભૂલ ન કરવી. આ પ્રમાણે એવંભૂતનયનો ઉપદેશ રજોહરણાદિધારકે ગ્રહણ કરવા યોગ્ય છે. તેવા ઉપદેશને અનુસરવાથી બ્રહ્મસિદ્ધાંત સમુચ્ચયમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ નજીક આવે છે. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “(૧) સર્વથા કૃતકૃત્ય, (૨) સૂક્ષ્મ, (૩) અવ્યક્ત, (૪) નિરંજન, (૫) સર્વ કર્મના ફળથી રહિત છે! થવાના લીધે સારી રીતે જે સિદ્ધ થયા હોય, સંસારમાંથી સીઝી ગયા હોય તે સિદ્ધ કહેવાય છે.” (૬/૧૫)
પુસ્તકોમાં જ નથી. કો.(૧૩) + આ.(૧)માં છે. જે ફક્ત કો. (૧૩)માં “અનઈ પાઠ છે. # મ.માં ‘તિ' પાઠ. અહીં સિ.+ કો. (૭૯) + આ. (૧)નો પાઠ લીધો છે. * કો. (૧૩)માં ‘ઢાલઈ” પાઠ. '... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ફક્ત લી. (૧)માં છે. *...* ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
છે
,
જીત