________________
૧૬ ૨
[ અધ્યાત્મ અનુયોગ સહિત
એટલા માત્રથી જ હું ક્ષમાશ્રમણ, મુનિ, દાંત, યતિ, મહાત્મા, યોગી, નિર્ચન્થ, અણગાર, વાચંયમ, સંયત, ષષ્ઠ-સતમગુણસ્થાનવર્તી બની નથી ગયો. ક્ષમાશ્રમણ વગેરે શબ્દના વાચ્યાર્થસ્વરૂપે પરિણમવા માટે મારે ક્ષમા, મૌન, ઈન્દ્રિયદમન વગેરે ગુણોને આત્મસાત કરવાનો દઢ પ્રયત્ન કરવો જરૂરી છે”
- આવો સમભિરૂઢનયનો ઉપદેશ જે ગ્રહણ કરે, તે ઝડપથી મોશે પહોંચે. ષોડશકપ્રકરણમાં શ્રીહરિભદ્રછે સૂરિજીએ મોક્ષના સ્વરૂપને જણાવતાં કહે છે કે તે મુક્તાત્મસ્વરૂપ શરીર-ઈન્દ્રિયાદિરહિત,
અચિંત્યગુણસમુદાયાત્મક, સૂક્ષ્મ, ગૈલોક્યમસ્તકભાગવર્તી જન્માદિસંક્લેશશૂન્ય હોય છે.” (૬/૧૪)