________________
દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૬/૧૦)]
૧૫૭
ૐ સાધનાસાફલ્યનો સુનિશ્ચય
આ રીતે નયસાપેક્ષ શાસ્ત્રઅબાધિત પ્રતીતિના માધ્યમથી સાધકને સાધનાની સાર્થકતાનો સમ્યક્ નિશ્ચય થાય છે. આમ આધ્યાત્મિક સાધનાની સફળતા અંગે અભ્રાન્ત આત્મવિશ્વાસ પ્રગટાવવા દ્વારા ત્રીજો નૈગમનય સાધક ઉપર મહાન ઉપકાર કરે છે. તેના લીધે જ્ઞાનાર્ણવમાં દેખાડેલ પ૨માત્મસ્વરૂપને મહામુનિ શીવ્રતાથી સંપ્રાપ્ત કરે છે. ત્યાં શ્રીશુભચંદ્રાચાર્યજીએ જણાવેલ છે કે ‘જેમના કેવળજ્ઞાનના અનંતમા ભાગ માત્રમાં પણ અનંત દ્રવ્ય-પર્યાયથી પરિપૂર્ણ એવો સમગ્ર લોક અને અલોક વ્યવસ્થિત પ છે, પ્રતિબિંબિત છે, તે પરમાત્મા જ ત્રણ લોકના ગુરુ છે.' (૬/૧૦)
મારા