________________
૧૫૫
દ્રવ્ય-ગુણ-પયાનો રાસ + ટબો (૬૯)]
ભૂતવત કહઈ ભાવિ નૈગમ, ભાવિ જિમ જિન સિદ્ધ રે; સિદ્ધવત્ છઈ વર્તમાનઈ કાંઈ સિદ્ધ અસિદ્ધ રે /૬/લા (૮૨) બહુ.
(ભાવિ ભૂતવત કહઈ-) ભાવિન ભૂતવર્ષવાર એ બીજો (=ભાવિ) નૈગમ. જિમ (ભાવિકો સિદ્ધ) જિનનઈ સિદ્ધ કહિઈ, કેવલીનઈ સિદ્ધપણું અવશ્યભાવી છઇ તે માટઇ.
કાંઇ સિદ્ધ, અનઈ કાંઈ અસિદ્ધનઈ વર્તમાન(ઈસિદ્ધવતુ) કહઈ (છ) તેહનઈ વર્તમાનનગમ ભાખિઈ. *બહુશ્રુત એમ વિચારીનઈ તુહે જોય* II૬/૯
भाव्ये भूतोपचारोक्तेः द्वितीयः सिद्धवज्जिनः। सिद्धाऽसिद्धेऽस्त्युपारोपे साम्प्रतो नैगमः स्मृतः।।६/९ ।।
9
-
TH+
નૈગમનયના બીજા ભેદને સમજીએ જ શ્લોકાર્થ :- ભવિષ્યકાલીન પદાર્થને વિશે સભૂતપણાનો આરોપ કરનાર વાણીની અપેક્ષાએ બીજો નિગમ સમજવો. જેમ કે “જિનેશ્વર ભગવંતને “સિદ્ધ' તરીકે જણાવનાર વચન.” નિષ્પન્ન અને અનિષ્પન્નમાં વિદ્યમાનતાનો આરોપ કરવામાં આવે તો ત્રીજો = સાંપ્રત નૈગમ કહેવાય છે. (૬૯)
છે, ભાવિનેગમ હતાશાને દૂર કરે ! આધ્યાત્મિક ઉપનય :- હતાશાના કે નિરાશાના વમળમાં અટવાયેલા સાધકને તેમાંથી ઉગારવા છે માટે નજીકના ભવિષ્યમાં પ્રગટ થનારા સમ્યગૃષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ, ક્ષપકશ્રેણિ, કેવલપણું, સિદ્ધત્વ વગેરે પર્યાય ઉપર ભાવિનૈગમનય સાધકની દૃષ્ટિ સ્થિર કરાવે છે. આસન્નકાલીન મુક્તિ વગેરે ઉપર નજર પહોંચવાથી સાધકને સાધનામાં પ્રાણ પૂરનારો ઉત્સાહ પ્રગટ થાય છે, સાધના ઘાલમેલ વિનાની થાય છે. નજીકના સમયમાં થનારી પોતાની સર્વદોષમુક્ત, સર્વગુણયુક્ત ક્ષાયિકદશાને અહોભાવથી નિહાળતો સાધક કઈ રીતે દંભ-બનાવટ-લુચ્ચાઈ વગેરેના વમળમાં ફસાઈ શકે ? આ રીતે ભાવિનૈગમનની સહાયથી નિઃશલ્ય, નિરતિચાર સાધનામાર્ગે ઉત્સાહપૂર્વક આગળ વધીને આત્માર્થી ઝડપથી સંપૂર્ણ છે; આત્મસ્વરૂપની પ્રાપ્તિ સ્વરૂપ મોક્ષને મેળવે છે. અકલંકસ્વામીએ સિદ્ધિવિનિશ્ચયમાં જણાવેલ છે કે “આંતરિક દોષોના સંપૂર્ણ ઉચ્છેદથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય તેને શાસ્ત્રકારો મોક્ષ સમજે છે.” (૨૯)
* * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત લા.(૨)માં છે.