________________
૧૪૮
परामर्श::
[ અધ્યાત્મ અનુયોગ સહિત • દ્રવ્યાનુયોપિરામર્શ: •
શાલા - ૬ पर्यायार्थो हि षड्भेद आदिमोऽनादिनित्यगः। यथा पुद्गलपर्यायः मेरुरनादिनित्यकः ।।६/१।। जैनी गीर्बहुधा व्याप्ता, सत्यं मनसि धार्यताम् । ज्ञायते यत्तु मिथ्यैव, ततश्चित्तं निवार्यताम् ।।६/२।। (युग्मम्)
• અધ્યાત્મ અનુયોગ છે
® પ્રથમ પર્યાયાર્થિનીનું નિરૂપણ છે શ્લોકાર્થ - પર્યાયાર્થિકનય છે પ્રકારનો છે. પહેલો પર્યાયાર્થિક અનાદિનિત્યગ્રાહક છે. જેમ કે ‘પુદ્ગલપર્યાયસ્વરૂપ મેરુ અનાદિ નિત્ય છે' - આ પ્રમાણેનું વચન. (૬/૧)
આ પ્રમાણે જૈન વાણી અનેક પ્રકારે ફ્લાયેલી છે. તેમાંથી સારું હોય તે મનમાં ધારવું. જે કાંઈ ખોટું જ જણાય, તેનાથી આપણા ચિત્તને દૂર કરવું. (દા) (યુ...)
જ નિત્ય પર્યાયને નિહાળીએ જ રિનું આધ્યાત્મિક ઉપનય :- આત્મત્વ વગેરે પર્યાય પણ અનાદિ-અનંત છે. મનુષ્યત્વ, શ્રીમંતત્વ વગેરે - પર્યાયો ક્યારેક તો નાશ પામવાના જ છે. તેથી વિનશ્વર પર્યાયોની પ્રીતિ છોડીને આત્મત્વ, ચૈતન્ય, છેશુદ્ધ સત્ત્વ આદિ અવિનાશી પર્યાયો ઉપર દષ્ટિને રુચિપૂર્વક સ્થાપિત કરવાની પ્રેરણા આ નય કરે છે. તો તેના બળથી પ્રવચનસારોદ્ધારવૃત્તિમાં દર્શાવેલ પરમાનંદરૂપ નિર્વાણને આત્માર્થી મેળવે છે. (૧)
ફ સાંપ્રદાયિક ઝનૂનને દેશવટો આપીએ કફ તે “સાચું હોય તે મનમાં ધારવું' - આ કથનનું તાત્પર્ય ત્યાં સુધી સમજવું કે તીર્થંકર ભગવાનને
માન્ય એવી જે બાબત અન્યદર્શનકારો કહે તો પણ તેનો આદરથી સ્વીકાર કરવો એ જ કલ્યાણકર
છે, તેનો તિરસ્કાર નહિ. વગર વિચાર્યે દષ્ટિરાગથી કે દૃષ્ટિષથી આડેધડ ખંડન કરવાની પ્રવૃત્તિ તારક ( તીર્થંકર પરમાત્માને માન્ય નથી. “અમે કહેલ છે તે જ સત્ય, બીજાએ કહેલ છે તે મિથ્યા'; “મારી
વાડીમાં ઉગે તે જ ગુલાબ, બીજાની વાડીમાં ઉગે તે ધતૂરો'- આવી નાદીરશાહી તો મતાગ્રહને, કદાગ્રહને અને હઠાગ્રહને સૂચવે છે. આવું વલણ તારક તીર્થકર ભગવંતની આશાતનામાં પરિણમીને જીવને અનંત કાળ સુધી સંસારમાં રખડાવે છે. આવું જાણીને આત્માર્થી સાધકે સાંપ્રદાયિક ઝનૂન, અભિનિવેશ વગેરેથી સદા દૂર રહી, જ્યાં જ્યાં તીર્થકરસંમત જે જે બાબત જોવા મળે તેનો આદર કરી તેને યથોચિત ન્યાય આપવાની અને તેનો સમન્વય કરવાની ઉદારતા કેળવવી જ રહી. તેનાથી ઉદાર એવું સિદ્ધસુખ પ્રગટે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં સિદ્ધસુખને જણાવતા કહેલ છે કે “સિદ્ધગતિમાં મહાઆનંદયુક્ત અવિનાશી અનુપમ સુખ છે. તથા શાશ્વતજ્યોતિસ્વરૂપ કેવલજ્ઞાનસ્વરૂપ સૂર્ય ત્યાં ઝળહળે છે.” (દાર)