________________
14
• જાતને ખોલવાની સાધના
♦ વ્યવહાર-નિશ્ચયનયનું પારમાર્થિક પ્રયોજન અને યથોચિત જોડાણ. ♦ નિરુપાધિક સ્વભાવ અનુસાર આત્માનું પરિણમન.
♦ અધઃપતનમાં આપણી જવાબદારી.
૦ અખંડ આત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિસ્થાપન.
• નિર્મળ ગુણાદિમાં નિજઅસ્તિત્વની પ્રતીતિ.
♦ ચૈતન્યસ્વરૂપની રુચિની કેળવણી.
• ચિત્તવૃત્તિને આત્માભિમુખ કરવાની કળા. • ભેદવિજ્ઞાન દઢતા.
♦ અવિલંબપૂર્વક ઉચિત આલંબન.
૦ સાધનાને પ્રાણવંતી બનાવવા માટે સત્કાર્યવાદ-યોગાચારમત-સપ્તભંગી-દ્રવ્યાર્થિકનય-પર્યાયાર્થિક નય -ભેદનય-અભેદનય-પ્રમાણદૃષ્ટિ-નયદૃષ્ટિ-વૈજ્રસિકઉત્પત્તિ-અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરેનો ઉપયોગ.
• પાંચ પ્રકારે દુર્નય સંભાવના. • સાંપ્રદાયિકતાનો ત્યાગ.
• અસદ્ભૂત વ્યવહારમાં રાખવાની સાવધાની.
• પોતાની માલિકીની મૌલિક ઓળખ.
♦ ઔપચારિક પ્રયોગોનું આધ્યાત્મિક પ્રયોજન.
♦ દ્રવ્યદૃષ્ટિનો આદર.
તાત્ત્વિક સાધનામાર્ગની કોઠાસૂઝ.
♦ શુદ્ધ ભાવસ્યાદ્વાદનો સ્વીકાર.
♦ કાળપરિપાકની રાહ ન જોવી.
♦ સ્વકાળને સુધારવો.
વિવેકપૂર્વક સમન્વયદૃષ્ટિ કેળવીએ.
• સાધના અને સિદ્ધિ અંગેની સ્પષ્ટતા.
વ્યવહારમાં નિત્યાનિત્યાદિ સ્વભાવોનો ઉપયોગ.
♦ગ્રંથિભેદાદિ સંબંધી ત્રણ પ્રકારની સાધના.
સમન્વય + સમત્વદૃષ્ટિનો પ્રાદુર્ભાવ.
•
૦ પરીક્ષા કરવાની પાત્રતા.
ભાવ અનુદાનના સાત પ્રાણ. ♦ગ્રંથિભેદનો માર્ગ.
· દુષ્કૃતગહ વગેરેનો તાત્ત્વિક ઉદ્દેશ. ♦ ઔપચારિક સ્વરૂપમાં અટવાવું નહિ.
♦ તત્ત્વમીમાંસા દ્વારા મૂંઝવણ છોડવી.
• કાલ-કાલાણુ-સામાન્ય-વિશેષ ગુણો દ્વારા ઉપદેશ મેળવીએ.
સ્વભાવ-ગુણ પરિણમન કર્તવ્ય.
•
૦ યોગ્યતાને સક્રિય કરવી
....વગેરે.
પ્રસ્તુત પદાર્થોની વિસ્તૃત યાદી તો પ્રસ્તુત પ્રકાશનના બન્ને ભાગની ‘વિષયમાર્ગદર્શિકા'માં દર્શાવેલ છે. આ પદાર્થોના નિત્ય પારાયણથી મુમુક્ષુ-મુનિવર્ગને મુક્તિમહેલમાં ક્રમશઃ ઉપર-ઉપરની આધ્યાત્મિક ભૂમિકાઓનું ચઢાણ સરળ બનશે.
સૂર્યની તેજસ્વિતા, ચંદ્રની ચાંદની, સાગરની ગહેરાઈ, મેરુ પર્વતની ઉન્નતતા, નંદનવનની રમણીયતા, આકાશની વ્યાપકતા, ગંગાની પવિત્રતા, વજ્રની નક્કરતા વગેરેને પોતાનામાં સમાવનાર એવા દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ તથા તેના ટબાના સંશોધનમાં જે જે હસ્તપ્રતોનો અને મુદ્રિત પુસ્તકોનો ઉપયોગ કરેલ છે તથા રાસસંબંધી જે પૂર્વકાલીન અન્ય પ્રકાશનો છે, તેના સંકેત વગેરેની નોંધ નીચે મુજબ છે.