________________
* • પ્રસ્તુત પ્રકાશનનું પ્રયોજન છે અમે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' સંસ્કૃત-ગુજરાતી વિવરણ સાથે દળદાર સાત ભાગમાં તૈયાર કરેલ છે, તે અતિવિસ્તૃત છે. તેથી (૧) જે વાચકો પાસે એટલો સમય કે ધીરજ ન હોય, (૨) જે પાઠકો રાસની દરેક ગાથાનું આધ્યાત્મિક હાર્મ શું છે? એ જ સીધેસીધું જાણવા માગતા હોય, (૩) જે વિદ્વાનો ફક્ત સંશોધિત રાસ + ટબો જ જોવા માંગતા હોય, (૪) જે જિજ્ઞાસુઓ તર્ક-યુક્તિના ચર્ચામંચ ઉપરથી નીચે ઉતરીને રાસમાં ધરબાયેલ અત્યંતર મોક્ષમાર્ગની આંતરિક કોઠાસૂઝને પ્રયોગાત્મક ધોરણે પોતાના જીવનમાં ગોઠવવાની હાર્દિક તૈયારી ધરાવતા હોય તથા (૫) જે અધ્યેતા વર્ગ સંક્ષેપરુચિવાળા હોવા ઉપરાંત અધ્યાત્મરુચિને ધરાવતા હોય તેવા આત્માર્થીઓની સુગમતા માટે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અધ્યાત્મ અનુયોગ” નામથી પ્રસ્તુત પ્રકાશન બે ભાગમાં તૈયાર કરવામાં આવેલ છે.
• વાચક્વર્ગને આવશ્યક નિવેદન • જે આત્માર્થી વાચકવર્ગ પાસે આ બે ભાગને સાદ્યુત વાંચવા માટે સમય કે સાનુકૂળ સંયોગો ન હોય તેઓ ફક્ત ૧૬મી શાખાના છેલ્લા શ્લોકનો (= ૧૬/૭ નો) આધ્યાત્મિક ઉપનય (જુઓ - ભાગ-૨, પૃષ્ઠ ૪૯૮ થી ૬૨૬) વાંચશે તો પણ અનાદિકાળથી અકબંધ રાગાદિ ગ્રંથિનું ગૂઢ તાળું ઉઘાડવાની ચાવી અવશ્ય સંપ્રાપ્ત થશે. એટલું જ નહિ, ભેદજ્ઞાનની ઉપાસનાના પવિત્ર પંથે છલાંગ લગાવવા દ્વારા આત્માનંદની અલૌકિક મસ્તી પણ માણવા મળશે.
ધારો કે તેટલો પણ સમય જિજ્ઞાસુ અધ્યેતાવર્ગ પાસે ન હોય તો કમ સે કમ આ ગ્રંથરાજના આધ્યાત્મિક ઉપનયમાં જુદા-જુદા સ્થાને આપેલી બાર(૧૨) આખી આધ્યાત્મિક ABCD (A to Z)નું વાંચન-મનન-અવગાહન તો અવશ્યમેવ કરવા આત્મીયભાવે નમ્ર નિવેદન છે. (જુઓ-પૃષ્ઠ ૩૦૦, ૪૩૫, ૫૦૪, પ૦૫, ૫૩૧, ૫૫૧, ૫૫૪, ૫૬૯, ૫૭૦, ૫૭૩, ૫૮૦, ૫૯૩) આ ૧૨ આખી ABCD ને એકાગ્ર ચિત્તે આદરપૂર્વક અખંડપણે અવિરતપણે ઘૂંટવાથી પણ મોક્ષમાર્ગે અત્યંત ઝડપથી આગળ વધાશે.
આશા છે કે આત્માર્થી પાઠકો-વાચકોને પ્રસ્તુત બન્ને ભાગો દ્વારા દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ -ટબાને માણવામાં, તેના ઊંડાણમાં ડૂબકી લગાવવામાં વધુ અનુકૂળતા રહેશે. તેમજ દરેક શ્લોકનો આધ્યાત્મિક ઉપનય તો આત્મલક્ષીપણું-સ્વલક્ષીપણું પ્રગટાવવા દ્વારા, ખેદ વિના, ગ્રંથિભેદ-ઘાતિકર્મછેદ કરવામાં પણ વિશેષ સહયોગી બનશે - તેવી આંતરિક ભાવના સહેજે રહે છે.
- અધ્યાત્મનું અવનવું ચઢાણ છે પ્રસ્તુત પ્રકાશનના પ્રથમ ભાગમાં દ્રવ્ય-ગુણ-પર્યાય રાસની ૧ થી ૧૧ ઢાળશાખા સુધીના પ્રત્યેક શ્લોકમાં જે “અધ્યાત્મ અનુયોગ આપવામાં આવેલ છે, તે તાજેતરમાં આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરનાર વ્યક્તિ પણ સહેલાઈથી સમજી શકે તે રીતે અહંદુ અનુગ્રહથી આલેખાયેલ છે. જેમ કે - • જીવનમાં વિવેકદૃષ્ટિની મુખ્યતા.
• ધ્યાન સંસ્કારના પ્રભાવની સમજણ. • આત્મદશાને ઉન્નત બનાવવાની તત્પરતા. • મલિન પરિણમનનો પ્રતિરોધ.