________________
૧૩૬
ત્રીજો શુદ્ધ દ્રવ્યારથો, ભેદકલ્પનાહીનો રે;
.
જિમ નિજગુણ-પર્યાયથી, કહિઈ દ્રવ્ય અભિન્નો રે ।।૫/૧૨।। (૬૬) ગ્યાન. ત્રીજો ભેદ ભેદકલ્પનાઈ હીન શુદ્ધદ્રવ્યાર્થ. “મેવત્વનારહિતઃ શુદ્ધદ્રવ્યાધિ:’' કૃતિ તૃતીયો મેવઃ *એહ ઈમ જાણવું*. જિમ એક જીવ-પુદ્ગલાદિક દ્રવ્ય નિજગુણ-પર્યાયથી અભિન્ન કહિઉં. ભેદ છઈં, પણિ તેહની અર્પણા ન કરી, અભેદની અર્પણા કરી; તે માટઇં અભિન્ન. એ ત્રીજો ભેદ શુદ્ધ*.I૫/૧૨/
परामर्श:
[ અધ્યાત્મ અનુયોગ સહિત
भेदप्रकल्पनाशून्यः शुद्धो द्रव्यार्थिको नयः ।
तृतीयः स्याद् यथा द्रव्यं स्वगुण- पर्ययाऽपृथक् ।।५/१२।।
* ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક : તૃતીય ભેદ
*
શ્લોકાર્થ :- ભેદકલ્પનાશૂન્ય શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો ત્રીજો ભેદ છે. જેમ કે દ્રવ્ય સ્વગુણ-પર્યાયથી અભિન્ન છે. (૫/૧૨)
-
નિર્વિકલ્પદશા મેળવવા ત્રીજો દ્રવ્યાર્થિક ઉપયોગી
આધ્યાત્મિક ઉપનય ::- દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે ભેદની કલ્પના જીવને સવિકલ્પદશામાં રાખીને નિર્વિકલ્પદશામાં આરૂઢ થવા દેતી નથી. ખેતરમાં ધાન્યની સાથે પાંદડા, ઘાસ વગેરે હોય પણ ધાન્યાર્થી (ધનાર્થી) જેમ પાંદડા વગેરેને છોડી અનાજને ગ્રહણ કરે છે, તેમ જે સાધકે નિર્વિકલ્પદશામાં અત્યંત ઝડપથી આરૂઢ થવું હોય તે સાધકે ગુણ-ગુણી, પર્યાય-પર્યાયી વગેરેમાં ઉભા થતા ભેદના વિકલ્પોને (છોડી, ભેદના વિકલ્પોથી નિરપેક્ષ બનીને શુદ્ધ, અખંડ, પરિપૂર્ણ આત્મદ્રવ્ય ઉપર પોતાની દૃષ્ટિને રુચિપૂર્વક પ્રતિદિન દીર્ઘ સમય સુધી સ્થાપિત કરવી જોઈએ, અખંડ આત્માને ગ્રહણ કરવો જોઈએ. આ રીતે ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનયના દૃષ્ટિકોણને આત્મસાત્ કરી નિર્વિકલ્પદશા, અપ્રમત્તતા, અપૂર્વકરણ વગેરેને મેળવી ઝડપથી કેવલજ્ઞાન, સિદ્ધસુખ વગેરેને પ્રગટ કરવાનું છે. સિદ્ધ ભગવંતના સુખને ભગવતી આરાધના ગ્રંથમાં દિગંબર શિવાર્યજી આ રીતે વર્ણવે છે કે ‘(૧) અનુપમ, (૨) અમાપ, (૩) અક્ષય, (૪) અમલ, (૫) અજર, (૬) રોગરહિત, (૭) ભયશૂન્ય, (૮) સંસારાતીત, (૯) સૈકાન્તિક, (૧૦) આત્યન્તિક, (૧૧) પીડારહિત, (૧૨) કોઈના દ્વારા જીતી ન શકાય તેવું સિદ્ધોનું સુખ હોય છે.' તેથી તેને પ્રગટ કરાવનાર, પ્રાપ્ત કરાવનાર પ્રસ્તુત આંતરિક મોક્ષમાર્ગને આત્માર્થી સાધકે ચૂકવો જોઈએ નહિ તેવા પ્રકારનો ઉપદેશ અહીં ધ્વનિત થાય છે. (૫/૧૨)
♦ કો.(૨)માં ‘કહિયે' પાઠ છે.
♦ કો.(૧૩)માં ‘ભિન્નઅભિન્નો’ પાઠ.
♦ કો.(૧૩)માં ‘મેજ...' પાઠ.
** ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.
* કો.(૧૩)માં ‘શુદ્ધ’ નથી.