________________
૧૩૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત 2. ઉપર ઠોકી બેસાડવાની મથામણ કરે રાખીએ, (૫) આપણા સમીકરણ અને સિદ્ધાન્ત મુજબ જ તેની
પાસે પ્રવૃત્તિ કરાવવાનો આગ્રહ રાખીએ તો આપણે પણ દુર્નયવાદી બની જઈએ. કારણ કે દરેક . વ્યક્તિનો વિચાર-ઉચ્ચાર એ એક પ્રકારનો નય જ છે. આવું આપણામાં ન બની જાય તે માટે આપણે તા વૈચારિક સહિષ્ણુતા-ઉદારતા-મધ્યસ્થતા-અપ્રતિબદ્ધતા કેળવવી જ રહી. જે રીતે અત્યંત તપી ગયેલા
પત્થર ઉપર પડેલ પાણી ઝડપથી શોષાય જાય, એ જ રીતે ઉપરોક્ત ગુણવૈભવથી કુકર્મો-કુસંસ્કારો ૨૩ શોષાઈ જવાથી પરમતત્ત્વ પ્રકાશે. પરમતત્ત્વને દર્શાવતાં ષોડશકપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહેલ તે છે કે “સર્વપીડારહિત, પરમાનંદસુખથી યુક્ત, અસંગ, સર્વકર્માશશુન્ય, સદાશિવાદિશબ્દથી વાચ્ય એવું છે પરમતત્ત્વ છે.” (પ૬િ)