________________
દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (પ/૧)],
૧૨૩ નજરને ગુણ-પર્યાય ઉપરથી ખસેડીને વસ્તુની દ્રવ્યાત્મકતા ઉપર સ્થિર કરવી. આ દ્રવ્યદષ્ટિ સમતાને લાવનાર બને છે. મોક્ષબીજભૂત પરમ માધ્યથ્યને લાવનાર પણ આ દ્રવ્યકેન્દ્રિત દષ્ટિ જ બને છે. તથા જ્યારે કોઈ ગુણીયલ આરાધક વ્યક્તિ પ્રત્યે દ્વેષ થતો હોય, તારક સ્થાનની આશાતના કરવાના પરિણામમાં જીવ અટવાઈ જતો હોય ત્યારે સામેની ગુણીયલ વ્યક્તિમાં રહેલ શુદ્ધગુણાત્મકતા તથા પવિત્ર છે શ્રામણ્યાદિપર્યાયાત્મકતા ઉપર આપણી દૃષ્ટિને કેન્દ્રિત કરી તેના પ્રત્યે ગુણાનુરાગ-સદ્દભાવ જગાડવા માટે પ્રામાણિકપણે આંતરિક પુરુષાર્થ કરવો જોઈએ. આ રીતે આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં નિમિત્ત બધી બને તે રીતે દરેક વસ્તુમાં રહેલ દ્રવ્યાત્મકતા, ગુણાત્મકતા અને પર્યાયાત્મકતા ઉપર ગૌણ-મુખ્યભાવે તે આપણી નદૃષ્ટિને સ્થાપિત કરવી. તથા ક્ષપકશ્રેણિ ઉપર ઝડપથી આરૂઢ થવા માટે પ્રત્યેક વસ્તુમાં રહેલ ધ્રુવદ્રવ્યાત્મકતાને, નિરુપાધિક ગુણાત્મકતાને અને શુદ્ધ સિદ્ધાદિપર્યાયાત્મકતાને અસંગ સાક્ષીભાવે એ, અહર્નિશ મુખ્યપણે (= એકસરખું મહત્ત્વ આપીને) જોવી. આ રીતે જોનારી પ્રમાણદષ્ટિથી સન્મા = શુદ્ધાત્મામાં પોતાના ઉપયોગને સર્વદા લીન કરવો એ જ પરમશ્રેયસ્કર છે.
» ભવિતવ્યતાને પરિપકવ કરીએ આ રીતે નયદષ્ટિનું અને પ્રમાણદષ્ટિનું અવલંબન કરવાથી ભવિતવ્યતાનો અત્યંત ઝડપથી પરિપાક થાય છે. તેનાથી જે આરાધ્ય છે, જે સાધ્ય છે, જે ધ્યાતવ્ય છે અને જે દુર્લભ છે, તે ચિદાનંદમય - પરમ પદ સિદ્ધ ભગવંતોએ સંપ્રાપ્ત કરેલ છે' - આ પ્રમાણે ગુણસ્થાનક ક્રમારોહ ગ્રંથમાં શ્રીરત્નશેખરસૂરિજીએ દર્શાવેલ પરમપદ દૂરવર્તી રહેતું નથી - તેવું અમને પ્રતીત થાય છે. (૫/૧)