________________
૧ ર0
- ટૂંકસાર –
.: શાખા - ૫ : અહીં નય અને પ્રમાણ વચ્ચે તફાવત બતાવી પદાર્થના સ્વરૂપનો વિચાર કરવાનો છે.
પ્રમાણદષ્ટિએ મુખ્યવૃત્તિથી સર્વ પદાર્થ ત્રયાત્મક છે. નયવાદીઓ મુખ્યવૃત્તિથી અને ઉપચારવૃત્તિથી પ્રત્યેક પદાર્થમાં એકીસાથે દ્રવ્યાદિત્રયાત્મકતા જણાવે છે. શાબ્દબોધ અને આર્થબોધ - એમ બે બોધ દ્વારા મોક્ષમાર્ગમાં પ્રેરક અર્થ તારવી આગળ વધવું. (૫/૧)
દ્રવ્યાર્થિકનયથી અપકારી જીવનો પોતાનાથી અભેદ વિચારી તેના પ્રત્યે દ્વેષ ટાળવો. પોતાના સગુણોની અને સુકૃતોની પ્રશંસા સાંભળી પર્યાયાર્થિકનયમાન્ય ભેદજ્ઞાનથી નમ્રતાદિ ગુણો કેળવવા. (૫/૨-૩)
આત્મા = શાશ્વત ચૈતન્યતત્ત્વ' - આ અર્થ મુખ્ય કરી રોગાદિ ગૌણ પર્યાયની ઉપેક્ષા કરવી. (૧/૪)
બીજા નયોની ઉપેક્ષા કરનાર નય દુર્નય છે. તેમ પરસ્પરની સહાયથી જીવનારા આપણે અન્ય પ્રત્યે કૃતજ્ઞતા, સહાયકતા ન કેળવીએ તો આ નિરપેક્ષતા દુર્નયસ્વરૂપ અને દુર્ગુણસ્વરૂપ સમજવી. (૫/૫)
માટે નય, સુનય અને દુર્નયને વિચારી વૈચારિક ઉદારતા, સહિષ્ણુતા, મધ્યસ્થતા કેળવવી. (૫૬) દિગંબરમાં તર્કના આધારે નવ નય અને અધ્યાત્મના આધારે ત્રણ ઉપનય બતાવેલ છે. તર્ક પદાર્થના સ્વરૂપને સ્પષ્ટ કરે છે અને અધ્યાત્મ આત્મસ્વરૂપને સ્પષ્ટ કરે છે. તેથી તે પણ સ્વીકાર્ય છે. (પ/૭-૮)
કર્મોપાધિશૂન્ય શુદ્ધદ્રવ્યાર્થિકનય નિરુપાધિક આત્મસ્વરૂપને પ્રગટાવવામાં મદદરૂપ છે.(૫૯) આ નય સંસારી જીવને શુદ્ધરૂપે જણાવે છે. તેથી આપણું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવા માટે પ્રેરે છે. (૫/૧૦)
બીજો શુદ્ધદ્રવ્યાર્થિકનય સત્તાને મુખ્ય બનાવી ઉત્પાદ-વ્યયને ગૌણ કરે છે. માટે તે પુદ્ગલમમત્વ, જીવદ્વેષ વગેરે દોષથી છોડાવી સ્વસ્થતા, જીવમૈત્રી, નીડરતા વગેરે ગુણોને અપાવે છે. (૫/૧૧)
ત્રીજો શુદ્ધદ્રવ્યાર્થિકનય દ્રવ્યને ગુણ-પર્યાયથી અભિન્ન માને છે. તે જીવને સવિકલ્પ દશાથી છોડાવી નિર્વિકલ્પ દશા તરફ આગળ વધારે છે અને કેવળજ્ઞાન સુધી પહોંચાડે છે. (૫/૧૨)
ચોથો અશુદ્ધ દ્રવ્યાર્થિકનય કર્મભાવથી પરિણમેલ જીવસ્વરૂપને જણાવે છે. તે જીવને પોતાના ક્રોધાદિ દોષના સ્વીકાર માટે અને ક્ષમાપના વગેરે ગુણો માટે સજ્જ કરે છે. (૫/૧૩)
પાંચમો અશુદ્ધ દ્રવ્યાર્થિકનય ઉત્પાદ-વ્યયને સાપેક્ષ રહીને મુખ્યપણે સત્તાને સ્વીકારે છે. તેથી રોગ, પુણ્ય, પાપને ગૌણ કરી આત્મલક્ષી સાધનામાં પ્રેરક બને છે. (પ/૧૪)
ભેદકલ્પનાસાપેક્ષ છઠ્ઠો અશુદ્ધ દ્રવ્યાર્થિકનય પોતાના ગુણ-પર્યાયોને નિર્મળ કરવા પ્રેરે છે. (૫/૧૫)
સાતમો અન્વયકારક દ્રવ્યાર્થિકનય ગુણમાં અને પર્યાયમાં દ્રવ્યનો અન્વય કરે છે. ‘દ્રવ્ય ગુણ-પર્યાયનો સ્વભાવ છે' - આવું તે માને છે. તે પ્રત્યેક ગુણ-પર્યાયમાં આત્મસ્વભાવ વણવા પ્રેરે છે. (૫/૧૬)
આઠમો દ્રવ્યાર્થિકનય “ઘટ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સત્ છે' - એવું માને છે. તે સંપત્તિ, દુકાન વગેરેના નાશમાં વિભાવદશાથી છૂટવાની વાત કરે છે. (૫/૧૭)
નવમો દ્રવ્યાર્થિકનય “પદ્રવ્યાદિની અપેક્ષાએ પદાર્થ સતું નથી કહેવાતો' - તેમ માને છે. તે પારકી સત્તા, સંપત્તિ, સ્વાથ્યને સાચવવાની મથામણ કરતા જીવને પાપબંધથી બચાવે છે. (૫/૧૮)
દસમો દ્રવ્યાર્થિકનય જ્ઞાનસ્વરૂપ આત્માને શુદ્ધ ચૈતન્ય તરફ વધવા પ્રેરે છે. (૫/૧૯)