________________
દ્રવ્ય-ગુણ-પયાયનો રાસ + ટબો (૪૨)]
ભેદાભેદના સ્વીકારનું આધ્યાત્મિક પ્રયોજન આધ્યાત્મિક ઉપનય - એકત્ર ભેદ અને અભેદ વચ્ચે અવિરોધ બતાવવાની પાછળ આધ્યાત્મિક દૃષ્ટિ એ રહેલી છે કે કોઈ વ્યક્તિમાં હિંસકત્વ, અસત્યવાદિત આદિ અશુદ્ધ પર્યાયો જોવા મળે ત્યારે તે મલિન પર્યાયો કરતાં તેનો આત્મા ભિન્ન છે' - તેવું વિચારી તેના પ્રત્યે મૈત્રી વગેરે ભાવો આપણામાં જગાડી શકાય. તથા સામેની વ્યક્તિ “હું હિંસક છું, અસત્યવાદી છું. તેથી મને ધિક્કાર થાઓ' – આ રીતે આત્મનિંદાગર્ભિત દ્રવ્ય-પર્યાય સંબંધી અભેદની વિચારણા કરવા દ્વારા આત્મશુદ્ધિના માર્ગે આગળ 5. વધી શકે.
આનાથી ઊલટું આપણામાં જ્યારે દોષદર્શન થાય ત્યારે તે મલિન પર્યાયથી આપણો અભેદ વિચારી, ડેરી આત્મનિંદા, દોષગહ દ્વારા આત્મશુદ્ધિના માર્ગે આગળ વધવું. પરંતુ હું તો કામી છું, ક્રોધી છું, રસલંપટ છું, મારો સ્વભાવ ખરાબ જ છે. મારો દુષ્ટ સ્વભાવ ક્યારેય વિલીન = રવાના થવાનો નથી. હું તો ક્યારેય સુધરવાનો જ નથી. હું સાધના કરું કે ન કરું, મારામાં કોઈ ફરક પડવાનો જ નથી એ - આ રીતે હતાશાની અને નિરાશાની ખાઈમાં આપણે ગબડી પડવાનું નથી. કદાચ કર્મવશ તેવી હતાશાની ખીણમાં આપણે ગબડી પડીએ ત્યારે લઘુતાગ્રંથિ (= inferiority complex)માંથી બહાર આવવા છે. માટે તથા સત્ત્વને સ્કુરાયમાન કરવા માટે “હું મલિન પર્યાયો કરતાં તદન જુદો છું. સ્વયં નાશ પામવાના યો સ્વભાવવાળા તે અશુદ્ધ પર્યાયો મારું શું બગાડવાના ? કેમ કે હું તો અતીન્દ્રિય, અલિપ્ત, અસંગ, ધ્રુવ આત્મા છું' - આ રીતે દ્રવ્ય-પર્યાયનો ભેદ વિચારી શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર પોતાની દૃષ્ટિને સ્થિર કરવી. આ રીતે જ મોક્ષમાર્ગે ક્રમસર આગળ વધતાં અષ્ટપ્રકરણમાં દર્શાવેલ શુદ્ધાત્મા પ્રગટ થાય.
ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ શુદ્ધાત્માને ઉદ્દેશીને જણાવેલ છે કે “જે વીતરાગ, સર્વજ્ઞ, શાશ્વત સુખના સ્વામી, ક્લિષ્ટ કર્મોના અંશોથી રહિત તથા સર્વથા નિષ્કલ-નિરંજન છે.” (૪૨)