________________
૭૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત બને? તે આશયથી અંતરંગ જ્ઞાનપુરુષાર્થ અને બહિરંગ ક્રિયાપુરુષાર્થનો યથોચિત અભ્યાસ કરવો. તથા 5. ક્લિષ્ટ કર્મોદયની વિષમતાના લીધે, તેમાં સફળતા ન મળતાં હતાશાની ખીણમાં ગબડવાનું થાય ત્યારે
લઘુતાગ્રંથિ (inferiority complex) માંથી બચવા માટે શુદ્ધનિશ્ચયનયમાન્ય અખંડ, પરિપૂર્ણ, વિશુદ્ધ દેતી આત્મદ્રવ્ય ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું. તથા પ્રગટ થયેલ નિર્મળ ગુણ-પર્યાયનો મોહવશ અહંકાર A કરી, પુણ્યોદયના નશામાં ગળાડૂબ બની, અતિઆત્મવિશ્વાસ (over confidence) માં આત્મા અટવાઈ " જાય ત્યારે વ્યવહારનય સંમત વર્તમાનકાલીન પોતાના સખંડ, મલિન અને અપૂર્ણ આત્મદ્રવ્યને લક્ષ્યગત ૩ કરવું. આ રીતે અહંકારથી અને મદથી પોતાના આત્માની સતત સુરક્ષા કરવી જોઈએ. આ રીતે કરવામાં
આવે તો જ વિશિકાપ્રકરણમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી આત્મસાત થાય. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ ( જણાવેલ છે કે “બધા ય સિદ્ધ ભગવંતો સર્વજ્ઞ છે. બધા ય સિદ્ધો સર્વદર્શી છે. બધાય સિદ્ધો નિરુપમ ય સુખને પ્રાપ્ત કરી ચૂકેલ છે તથા જન્મ-જરા-મરણાદિથી રહિત છે.' આવું સિદ્ધસ્વરૂપ ઝડપથી આત્મસાત
કરવા જેવું છે. તથા તે જ આપણું પરમપ્રયોજન છે. તે ભૂલાવું ન જોઈએ. આવી હિતશિક્ષા અહીં પ્રાપ્ત થાય છે. (૩/૫)