________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત
परामर्शः
द्रव्येऽस्ति गुण-पर्यायाऽभेदसंसर्ग ईक्षितः। विभेदकल्पने तत्राऽनवस्था हि प्रसज्यते ।।३/२।।
-દ્રવ્યાદિના ભેદપક્ષમાં અનવસ્થા ના શ્લોકાર્થ :- દ્રવ્યમાં ગુણ-પર્યાયનો અભેદ સંબંધ દષ્ટ છે. તેમાં ભેદની કલ્પના કરવામાં આવે તો અનવસ્થા દોષ લાગુ પડશે જ. (૩/૨)
* અભેદસંબંધમાં વિલંબનો અભાવ : 2 આધ્યાત્મિક ઉપનય - ‘દ્રવ્યમાં ગુણ-પર્યાયનો અભેદ સંબંધ છે' - આ વાત આધ્યાત્મિક દૃષ્ટિએ *' એ રીતે ઉપયોગી છે કે ધ્રુવ આત્મદ્રવ્ય તો હાજર જ છે તથા શુદ્ધ ગુણ-પર્યાયનું તાદાભ્ય પણ તેમાં [તી વિદ્યમાન છે. ફક્ત વિશેષતા એટલી જ છે કે શુદ્ધ ગુણપર્યાય પ્રગટ થવા જોઈએ. જે સમયે આંતરિક
મોક્ષપુરુષાર્થ કરીને પોતાના શુદ્ધ ગુણ-પર્યાયને સાધક પ્રગટાવે છે, તે જ સમયે સાધકનો આત્મા શુદ્ધ ર ગુણ-પર્યાયરૂપે પરિણમી જાય છે. શુદ્ધ ગુણ-પર્યાય પ્રગટ થયા પછી તેને રહેવા માટે અતિરિક્ત સંબંધને
શોધવાની આવશ્યકતા ન હોવાથી શુદ્ધ ગુણ-પર્યાય પ્રગટ થવાના સમયે જ આત્મા તન્મય બની જાય ' છે. જેમ બટનને શર્ટમાં કે પેન્ટમાં જોડાઈ જવા માટે અતિરિક્ત દોરાની આવશ્યકતા હોવાથી, દોરાની તી પ્રાપ્તિમાં વિલંબ થવાથી બટનને શર્ટમાં કે પેન્ટમાં જોડાઈ જવાની ક્રિયામાં વિલંબ થાય છે. આવા
પ્રકારનો કાળક્ષેપ પ્રગટ થયેલા શુદ્ધ ગુણ-પર્યાયને આત્મામાં રહેવા માટે થતો નથી. આવું જાણીને આત્માર્થી જીવે શુદ્ધ ગુણ વગેરેને પ્રગટ કરવા સતત પ્રયત્ન કરવો જોઈએ. તેનાથી “જે નિર્વિકારી, આહારશૂન્ય, સર્વસંગરહિત, પરમાનંદયુક્ત છે, તે શુદ્ધ ચૈતન્યનું લક્ષણ છે' - આ મુજબ પરમાનંદપંચવિંશતિકામાં દર્શાવેલ શુદ્ધચેતન્યસ્વરૂપ સંપૂર્ણતયા પ્રગટ થાય છે. (૩/૨)