________________
અંતે, બીજા પણ જે સહુદયી સજાએ આ કાર્યમાં મને સહયોગ આપ્યો છે, તમને સ્મૃતિમાં લાવતાં આનંદ અનુભવું છું અને જે જે સદ્ગૃહસ્થાએ આ ગ્રંથ પ્રકાશનમાં પિતાની લક્ષમીને સદ્વ્યય કર્યો છે તેઓને પણ આભાર માનું છું અને મારું પ્રાકથન સમાપ્ત કરું છું
અભ્યાસીઓ આ ગ્રંથનો પઠન પાઠનમાં લાભ લઈ મને કૃતાર્થ કરે. એજ અભ્યર્થના
જૈન ઉપાશ્રય, પીપરડીની પિળ, રીલીફરોડ, અમદાવાદ, તા. ૧૯-૮-૬૮
સાવી સુચનાથી
બીજી આવૃત્તિના પ્રસંગે
યાદવાદ મંજરી” જેવા જૈનદાર્શનિક ગ્રન્થનું પુનઃમુદ્રણ થશે, એની તે મને કલ્પના પણ ન હતી. આ ગ્રંથનું અલબત્ત, શ્રમણ-શ્રમણ સંઘમાં અધ્યયન વધ્યું છે અને અધ્યયન અધ્યાપન માટે મારે આ અનુવાદ-ન્ય ઘણા સ્થળે ઉપયોગમાં લેવાતે મેં જોયા છે. અને તેથી મેં મારા નાનકડા પ્રયત્નની સફળતાનો આનંદ અનુભવે છે.
આ પ્રસંગે મારા ગુરુમાતા સ્વ. પૂજ્ય સાધ્વીજી મ. સુનંદાશ્રીજીને કૃતજ્ઞભાવે યાદ કરીને તેઓના આત્માને ભાવપૂર્ણ વંદના કરું છું. સાથે સાથે, મારી શ્રુતજ્ઞાનની આરાધનામાં મને સહાયક થનારા સુશ્રાવકો કાન્તિભાઈ કેલસાવાળાને તથા શાન્તિલાલ ભલાભાઈને અંતઃકરણની શુભકામનાઓ અર્પણ કરું છું અને ઈચ્છું છું કે તેઓ સદૈવ જિન શાસનની સેવા કરવા સમર્થ બન્યા રહે.
જૈન ઉપાશ્રય, વાણીયાવાડ ભૂજ (કચ્છ) ૪-૧-૮૧
સાધવી સુચનાથી