________________
૭
માલવણીયાજીના સૂચન પ્રમાણે મેં ફરીથી અનુવાદ કર્યાં. મારા પડિત શ્રીહરિનારાયણ મિશ્રને બતાવ્યે. સંપૂર્ણ પ્રેસકેપી તૈયાર કરી છતાંય મને લાગ્યું કે હજુ પણ આ પ્રેસકેપી કેઇ દાનિક વિદ્વાન પુનઃ તપાસી જાય અને પછીથી છપાય તે સારૂં વિચારમાં પ્રેસકાપી ત્રણ વર્ષે એમ જ પડી રહી! અને ભાગ્યયેાગે આ વિષયના અભ્યાસી વિદ્વાનેાએ તપાસી લીધી અને પ્રેસમાં પહોંચી,
આ
એક સાધ્વીએ કરેલા અનુવાદ-ગ્રંથને પ્રકાશિત કરવામાં આર્થિક મુઝવણ પણ કેટલી હાય, તે સમજી શકાય એમ છે પરંતુ મારા મધ્યકાળના પૂજ્ય ગુરુદેવ પંન્યાસ પ્રવર શ્રી ચરણવિજયજી ગણિવરે મારી આ મુંઝવણ કંઇક અંશે દૂર કરી અને માર્ગ સરળ થયેા.
વળી, પ્રેસની મુશ્કેલી ! આટલું મોટું કામ કોઇ નાનકડા કે ખીન અનુભવી પ્રેસને અપાય નહીં ત્યાં સુશ્રાવક મફતલાલ પંડિતે પોતાના પ્રેસ (નયન પ્રિન્ટીંગ પ્રેસ)માં કામ કરી આપવાનુ માથે લીધુ, પંડિતજીના ચિ. કીતિ ભાઈએ લાગણીથી ઝડપભેર કા ઉપાડયુ અને કામ સરળ બની ગયું.
ગ્રંથમાં અશુદ્ધિએ ન રહી જાય તે માટે * -રીડર અનુભવી જોઇએ અને પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે શ્રીયુત હરિશ'કર શાસ્ત્રી જેવા વિદ્વાન આપ્યા શાસ્ત્રીજીએ ચાવટથી પ્રુફ રીડી`ગ કયુ" છે. છતાં ધારણા કરતાં વધુ અશુદ્ધિ રહી જવા પામી છે, તેા અભ્યાસી ક્ષમા કરશે.
પ્રકાશન કરવાનું કામ પણ પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી શ્રી આત્માનંદ જૈન સભા (ભાવનગર) એ સ્વીકાયુ તેથી ઘણા આનંદ થયેા.
અલબત્ આ ગ્રંથ લેખનના મારા પ્રથમ પ્રયત્ન છે......વિદ્વાનેાની દૃષ્ટિએ એમાં અનેક ત્રુટિઓ દેખાશે પરંતુ શ્રી ઉમાસ્વાતીજી મહારાજે જેમ કહ્યું છે કે :
‘यच्चासमञ्जसमिह छन्दःसमयार्थतोऽभिहितम् ।
पुत्रापराधवन्मम मर्षयितव्यं बुधैः सर्वम् ॥
એજ ક્ષમા યાચનાના સૂરમાં મારેા સૂર મિલાવીને કહું છું કે ‘આ અનુવ!દમાં જે કંઇ અસમંજસ લખાયુ' હાય, જિન વચન અને ગ્રંથકારના અભિપ્રાયથી વિપરીત લખાયુ* હાય તે એક પુત્રીના અપરાધની જેમ હે સુજ્ઞપુરુષો ! મને ક્ષમા કરજો ’
અને જે કંઈ સુધારા વધારા સૂચવવા જેવા લાગે તે મને મારા પર કૃપા લાવી નિઃસકાચ સૂચવો. જો ખીજી આવૃત્તિ પ્રકાશિત કરવાને સુઅવસર પ્રાપ્ત થશે તેા એમાં સુયેાગ્ય સુધારા વધારા અવશ્ય કરીશ અને આપ મહાશયાનેા આભાર માનીશ.
આ અનુવાદ ગ્રંથ લખવામાં મને અનુકૂળતા કરી આપનારાં અપ્રતિમ વાત્સલ્યને વહાવનારાં મારા પરમ ઉપકારી ગુરુણીજી શ્રી સુન દા શ્રીજી મ...અને સદૈવ મારાં પ્રત્યેક કાર્યાંમાં સહ્રદયથી સહાનુભૂતિ આપનારાં મારાં વડિલ ભગિની શ્રી સુશીલાશ્રીજી મ....ને કૃતજ્ઞતા પૂર્ણાંક વંદના કરૂ છુ. અને આ અનુવાદ લેખનમાં મને સહાયક બનનાર મારી અન્તવાસિની સાધ્વીજી નિપુણાશ્રી, ઇન્દ્રયશાશ્રી, સત્યરેખાશ્રી તથા મારી ભાવિ બાલ સાધ્વી પ્રિયદર્શીના ને પણ યાદ કરૂં છું.