________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ५
ઉલ્લંઘન નથી કરતે. જેમ ન્યાયનિષ્ઠ રાજા શાસન કરતે હોય ત્યારે પ્રજા તેની મર્યાદાનું ઉલ્લંઘન કરવા શકિતમાન થતી નથી; એમ વિનયી અને નિષ્કટક સ્વાદુવાદરૂપ મહારાજાની મર્યાદાનું, સર્વે પદાર્થો અતિક્રમણ કરી શકતા નથી, તે ઉલંઘન કરવામાં પદાર્થોના સ્વરૂપની વ્યવસ્થામાં હાનિ થાય.'
(टीका) सर्ववस्तूनां समस्वभावत्वकथनं च पराभीष्टस्यैकं वस्तु व्योमादि नित्यमेव, अन्यच्च प्रदीपादि अनित्यमेव इति वादस्य प्रतिक्षेपबीजम् । सर्वे हि भावा द्रव्याथिकनयापेक्षया नित्याः, पर्यायार्थिकनयादेशात पुनरनित्याः । तौकान्तानित्यतया परैगीकृतस्य प्रदीपस्य तावन्नित्यानित्यत्वव्यवस्थापने दिङमात्रमुच्यते ।
(અનુવાદ) સર્વ પદાર્થોનું દ્રવ્ય-પર્યાયરૂપ કહેવાથી આકાશ આદિ પદાર્થોનું એકાંત નિત્યત્વ અને પ્રદીપ આદિ પદાર્થોનું એકાંત અનિત્યત્વ ખંડિત થઈ જાય છે, કારણ કે સર્વ પદાર્થ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાથી નિત્ય છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિય છે. અહીં અન્ય દાર્શનિકો દ્વારા માન્ય દીપકની એકાંત અનિત્યતા પર વિચાર કરતાં દીપકનું નિત્યાનિત્યપણું સિદ્ધ કરવા કંઇક સંક્ષેપમાં કહેવામાં આવે છે.
() તથા-વીણાબાર્તાના પરમાણવા તતૈક્ષયાત્ વાતામघाताद्वा ज्योतिष्पर्यायं परित्यज्य तमोपं पर्यायान्तरमाश्रयन्तोऽपि नैकान्तेनानित्याः, पुद्गलद्रव्यरूपतयावस्थितत्त्वात् तेषाम् । न ह्येतावतैवानित्यत्वं यावता पूर्वपर्यायस्य विनाशः, उत्तरपर्यायस्य चोत्पादः । न खलु मृद्रव्य स्थासककोशकुशूल शिवकघटाद्यवस्थान्तराण्यापद्यमानमप्येकान्ततो विनष्टम्, तेषु मृदयानुगमस्याबालगोपालं प्रतीनत्वात् । न च तमसः पौद्गलिकत्वमसिद्धम् . चाक्षुषत्वान्यथानुपपत्तेः प्रदीपालोकवत् ।
(અનુવાદ) તે આ પ્રમાણે-પ્રદીપના પર્યાયમાં પરિણત તેજસ પરમાણુ સ્વાભાવિક રીતે તેલ સમાપ્ત થઈ જતાં અથવા હવાને ઝપાટો લાગતાં પ્રકાશરૂપ પર્યાય છોડી “અંધકાર રૂપ પર્યાય પ્રાપ્ત કરે છે. છતાં તે તેજસપરમાણુ એકાન્ત અનિત્ય નથી, કારણ કે અંધકારપર્યાયમાં પણ તૈજસપરમાણુઓ પુદ્ગલ-દ્રવ્યરૂપે રહેલા છે. પૂર્વ પર્યાયનો નાશ અને ઉત્તર પર્યાયની ઉત્પત્તિમાત્રથી દીપકની અનિત્યતા સિદ્ધ થતી નથી. માટીમાંથી ઘડે બને છે, તેમાં ઉત્તરત્તર માટીમાંથી સ્થાસક કેશકશૂલ,શિવક...અને ઘટ આદિ અવસ્થાએ બદલાય છે; છતાં માટીનો સર્વથા નાશ નથી થતા, કારણ કે તે સર્વ અવસ્થાઓમાં માટીનું જ્ઞાન આબાલગોપાલને હોય છે.
વળી અંધકારનું પગલિકપણું અસિદ્ધ નથી, જે અંધકાર પદ્દગલિક ન હોય તે તેનું ચાક્ષુષ-પ્રત્યક્ષ ન થાય. જેમ પ્રદીપને પ્રકાશ પદ્ગલિક છે તે તેનું ચાક્ષુષ-પ્રત્યક્ષ થાય છે.