________________
અન્યોન્ચ. દા. દોડ ર૮
एकस्यापि ध्वनेर्वाच्यं सदा तन्नोपपद्यते ।
क्रियाभेदेन भिन्नत्वाद् एवं भूतोऽभिमन्यते ॥७॥ एत एव च परामर्शा अभिप्रेतधर्मावधारणात्मकतया शेषधर्मतिरस्कारेण प्रवर्तमाना दुर्नयसंज्ञामश्नुवते । तद्बल प्रभावितसत्ताका हि खल्वेते परप्रवादाः । तथाहि । नैगमनयदर्शनानुसारिणौ नैयायिकवैशेषिको । संग्रहाभिप्रायप्रवृत्ताः सर्वेऽप्यद्वैतवादाः सांख्यदर्शनं च । व्यवहारनयानुपातिप्रायश्चार्वाकदर्शनम् । ऋजुसूत्राकूतप्रवृत्तबुद्धयस्ताथागताः। शब्दादिनयावलम्बिनो वैयाकरणादयः ।
(અનુવાદ) અહીં નયસંબંધી સંગ્રહ કલેકે બતાવવામાં આવે છે. (૧) નગમનય : અભિન્ન જ્ઞાનનું કારણે સામાન્ય અને તેનાથી સર્વથા ભિન્ન વિશેષ છે, આમ સામાન્ય અને વિશેષ, ઉભયને માને છે. (૨) સંગ્રહનયના મતે સત્તારૂપે રહેલું અને સ્વસ્વભાવથી સ્થિત જગત હેવાથી, સમસ્ત પદાર્થોનું સામાન્યરૂપે જ્ઞાન થાય છે. (૩) સામાન્યરૂપે રહેલી પ્રત્યેક વસ્તુને ભિન્ન ભિન્ન રૂપે જાણીને લેાકો પદાર્થમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રકારનો અભિપ્રાય વ્યવહારનયને છે. (૪) જૂસૂત્ર નયના અનુસારે શુદ્ધ પર્યાયમાં રહેલે પ્રત્યેક પદાર્થ સ્થિતિથી રહિત છે તેથી પ્રત્યેક પદાર્થ સ્વભાવથી જ નાશવંત (ક્ષણિક) છે. (૫) શબ્દનય પરસ્પર વિરોધી લિંગ, સંખ્યા આદિના ભેદથી વસ્તુમાં ભેદ માને છે. (૬) સમભિરૂઢ નય તેવા પ્રકારની ક્ષણ સ્થાયી વસ્તુમાં ભિન્ન ભિન્ન સંજ્ઞાના ભેદથી ભેદ માને છે. (૭) પદાર્થને અમુક ક્રિયા કરવાના સમયે જ તે ક્રિયાને અનુરૂપ શબ્દથી કહેવાય છે. પરંતુ ક્રિયાથી રહિત કાળમાં તે પદાર્થ તે શબ્દને બનતે નથી દા. ત. સાધુ જયારે સાધના કરતા હોય ત્યારે જ તેના માટે સાધુ શબ્દ કહેવાય છે. પરંતુ જ્યારે અન્ય ક્રિયામાં પ્રવૃત્ત હોય ત્યારે તેના માટે સાધુ શબ્દ કહી શકાતું નથી. આ પ્રકારે એવંભૂતનય ક્રિયાના ભેદથી ભેદ સ્વીકારે છે.
આ સાતે પ્રકારના નયે જ્યારે અન્ય ધર્મોનો તિરસ્કાર કરીને પિતાના ઈષ્ટ ધર્મનું પ્રતિપાદન કરે છે, ત્યારે તે દુનય કહેવાય છે.
આથી એકાતવાદી વસ્તુના અનંત ધર્મોમાંથી કેવલ એક ધર્મને જ સત્ય માનીને અન્ય ધર્મોના અપલા૫પૂર્વક એક જ ધર્મને સ્વીકારે છે, તેથી તેઓ દુર્નયવાદી કહેવાય છે. જેટલા મત મતાન્તરે છે તે સર્વ આ પ્રકારના સાત નયમાંથી કોઈ એક નયને જ સત્ય માનીને પ્રવર્યા છે.
નાયિક અને વૈશેષિક દર્શન નૈગમ નયનું અનુકરણ કરે છે. સર્વે અદ્વૈતવાદી વેદાન્તી) તેમજ સાંખ્ય દર્શન સંગ્રહનયનું અનુકરણ કરે છે ચાર્વાક દર્શન વ્યવહાર નયનું, બૌદ્ધ દર્શન જૂસુત્ર નયનું, વૈયાકરણ શબ્દ આદિ નાનું અનુકરણ કરે છે.
(टीका) उक्तं च सोदाहरण नयदुर्नयस्वरूपं श्रीदेवसरिपादैः। तथा च तद्ग्रन्थः"नियते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्य अर्थस्य अंशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः इति । स्वाभिप्रेताद् अंशाद् इतरांशापलापी पुनर्नयाभासः ।