________________
स्याद्वादमंजरी
२९९
દુનયના દુરાગ્રહ રૂપી તલવારથી સકલ વિશ્વના છના સભ્ય દર્શન, સમ્યમ્ જ્ઞાન, અને સમ્યગ ચારિત્રરૂપ ભાવ પ્રાણોનો નાશ કરી રહ્યા છે. જેમ શત્રુઓ શસ્ત્રથી સમસ્ત જગતને સંહાર કરે છે, તેમ અન્ય દાર્શનિકે દુર્નયની પ્રરૂપણ કરીને જીવોના સમ્યમ્ જ્ઞાનાદિને લુપ્તપ્રાય કરી નાખે છે. આથી હે ભગવાન, આપ તે દુરાગ્રહી શત્રુઓ દ્વારા થતી જગતની વિડંબનાથી સંસારને મુક્ત કરે. વસ્તુના એકદેશને જાણ. તે નય કહેવાય છે. અને અભિષ્ટ વસ્તુના અંશને ગ્રહણ કરવા પૂર્વક બાકીના અનભિન્ટ અંશને તિરરકાર કરે તે દુનય કહેવાય છે. લેકમાં જે “અપિ” શબ્દ છે, તેને અશેષ શબ્દની સાથે પ્રયોગ કરે એટલે કે જેમ મન્ના રચત્તિ” વાકયને અર્થ માંચા અવાજ કરે છે તેમ થતું નથી, પરંતુ ઉપચારથી માંચા ઉપર બેઠેલા પુર અવાજ કરે છે તેમ થાય છે તેમ અહીં પણ સંપૂર્ણ લેકને અર્થ સમસ્ત જગતમાં રહેલા છે એમ કર. પૂર્વાચાર્યો એ સમ્ય દર્શન, સમ્યગુ જ્ઞાન અનેક સમ્યફ ચારિત્રને ભાવ પ્રાણ કહ્યા છે. તેથી જ સિદ્ધજીમાં જીવવન વ્યવહાર થાય છે. કારણ કે બધી ધાતુ પ્રાણેને ધારણ કરવાના અર્થમાં પ્રયુક્ત છે. જે સ્પર્શાદિ દશ દ્રવ્ય પ્રાણોને ધારણ કરે, તેમાં જીવને વ્યવહાર કરાય તે સિદ્ધ પરમાત્મામાં ઉક્ત દ્રવ્ય પ્રાણેને અભાવ હોવાથી તેમાં જીવત્વ નહીં રહે. અર્થાત્ અછવ થઈ જાય. આથી સંસારી જીવેને દશ પ્રકારના દ્રવ્યપ્રાણની અપેક્ષાએ જીવ કહે છે. અને સિદ્ધ ભગવંતેને જ્ઞાનાદિ ભાવપ્રાણેની અપેક્ષાએ જીવ કહે છે. દુર્નયનું વિશેષ સ્વરૂપે હવે પછીના કમાં કહેવાશે.