________________
स्याद्वादमंजरी
२८५
આવી શકતું નથી. કેમકે સ્યાદ્વાદમાં સામાન્ય અને વિશેષ ઉભય સ્વરૂપ વસ્તુ નિશ્ચિત છે. આમ સંશય નહીં હોવાથી, નિશ્ચિત જ્ઞાનને સદૂભાવ હોવાથી અપ્રતિપત્તિ દેષ પણ આવતું નથી. (૮) અપ્રતિપત્તિ (નિશ્ચિત જ્ઞાનને અભાવ) નહીં હોવાથી સ્યાદ્વાદમાં વસ્તુની વ્યવસ્થા ઠીક ઠીક બની રહે છે. તેથી વિષય-વ્યવસ્થા-હાનિ નામનો દોષ પણ આવતું નથી. અસ્તિત્વ વિના નાસ્તિત્વ અને નાસ્તિત્વ વિના અસ્તિત્વ હોઈ શકતું નથી. તેથી તે તે ધર્મોનો પરસ્પર અવિનાભાવસંબંધ હોવાથી સ્યાદ્વાદમાં કોઈ પણ જાતના દોષો નથી. પરંતુ તે દોષો તેઓને જ આવે છે કે જેઓ એકાતે અતિત્વ, નાસ્તિત્વ, સામાન્ય અને વિશેષને સ્વતંત્રપણે પરસ્પર નિરપેક્ષ માને છે. અથવા લેકમાં ‘વિરોધ” શબ્દ છે, તે દેષવાચી છે, તેથી એક વિરોધના ગ્રહણથી સંપૂર્ણ દેષોનો પણ સંગ્રહ થઈ જાય છે. તે તે દેશોથી ભયભીત બનેલા એકાન્તવાદી અસ્તિત્વ-નાસ્તિત્વ આદિ વિરુદ્ધ ધર્મોને નિષેધ કરે છે. તેથી તે લેકે ન્યાય માર્ગથી ભ્રષ્ટ થાય છે. આ પ્રમાણે ચોવીસમા લેકનો - અર્થ જાણે.