________________
स्याद्वादमंजरी
मेहुणसण्णारूढो णवलक्ख हणेइ सुहुमजीवाण ।
केवलिणा पण्णत्ता सद्दहिअव्वा सया कालं ॥३॥" તપાદિ–
" इत्थीजोणीए सभवंति बेइन्दिया उ जे जीवा ।
इक्को व दो व तिण्णि व लक्खाहुत्तं उ उक्कोसं ॥४॥ पुरिसेण सह गयाए तेसिं जीवाण होइ उद्दवणं ।
वेणुगदिटुंतेणं तत्तायसलागणाएणं ॥५॥ संसक्तायां योनौ द्वीन्द्रिया एते । शुक्रशोणितसंभवास्तु गर्भजपचेन्द्रिया इमे ।
“पंचिंदिया मणुस्सा एगपरभुत्तणारिगन्मम्मि ।
उक्कोसं णवलक्खा जायंति एगवेलाए ॥६॥ णवलक्खाणं मज्झे जायइ इक्कस्स दोण्ह व समत्ती ।
सेसा पुण एमेव य विलयं वचंति तत्थेव ॥ ७ ॥" तदेवं जीवोपमर्दहेतुत्वाद् न मांसभक्षणादिकमदुष्टमिति प्रयोगः ॥
(અનુવાદ) આગમમાં પણ કહ્યું છે કે મધ, માંસ અને મૈથુન, જીવની ઉત્પત્તિનાં સ્થાન છે. તે આ પ્રમાણે કાચા, પાકા અથવા તે અગ્નિમાં પકાવાતા માંસમાં અનંત નિગોદીયા છો ઉત્પન્ન થાય છે. મધ, માંસ મધ અને માખણ, આ ચારેમાં તે તે વર્ણના અનંત સૂક્ષ્મ જીવની ઉત્પત્તિ થાય છે. મિથુન-સંજ્ઞામાં મૂઢ થયેલ પુરુષ હંમેશાં નવ લાખ સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. આવા કેવલી ભગવાનના વચનમાં શ્રદ્ધા રાખવી જોઈએ. તેમજ સ્ત્રીની નિમાં સદાકાલ એક, બે ત્રણ અથવા નવલાખ બે ઇન્દ્રિયજીવો ઉત્પન્ન થાય છે. જે સમયે પુરુષની સાથે સ્ત્રીને સંગ થાય છે ત્યારે તે જીને નાશ થઈ જાય છે. જેમ અગ્નિમાં તપાવેલી લોખંડની સળી વાંસની નળીમાં નાખવાથી નળીમાં રહેલા તલ ભમસાત થઈ જાય છે, તેમ પુરુષના સંગથી નિમાં રહેલા સર્વ જીવોનો નાશ થઈ જાય છે. અવિક નિમાં બે ઇંદ્રિય હોય છે. રુધિર અને વીર્યના સંચાગથી ગર્ભજ પંચંદ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. એક વખત એક પુરુષ વડે ભગવાયેલી સ્ત્રીના ગર્ભમાં બેથી નવ લાખ ગર્ભજ પંચેંદ્રિય મનુષ્ય ઉત્પન્ન થાય છે. એ નવ લાખ માંથી માત્ર એક અથવા બે જીવ જ જીવી જાય છે. અને તે ગર્ભરૂપે ઉત્પન્ન થાય છે. બાકીના સર્વ ત્યાંને ત્યાં જ નાશ પામી જાય છે. આ પ્રકારે માંસ, મૈથુન આદિના સેવનથી અનંત જીવને સંહાર થાય છે. તેથી માંસ ભક્ષણ આદિ અgટ નથી પરંતુ દેષપૂર્ણ છે..