________________
अवतरण
अनन्तरमनन्तधर्मात्मकत्वं वस्तुनि साध्यं मुकुलिनमुक्तम् तदेव सप्तभङ्गीप्ररूपणद्वारेण प्रपञ्चयन् भगवतो निरतिशयं वचनातिशयं च स्तुवन्नाह
અવતરણ
પૂર્વના શ્લોકમાં વસ્તુમાં અનંતધર્મપણું સંક્ષિપ્તથી સિદ્ધ કરી બતાવ્યું. હવે તે અનંતધર્મોને સપ્તભંગીના નિરૂપણુ દ્વારા પ્રતિપાદન કરતાં ભગવંતના અનુપમ વચનાતિશયની સ્તુતિ કરે છે :
अपर्ययं वस्तु समस्यमानमद्रव्यमेतच्च विविच्यमानम् । आदेशभेदोदितसप्तभङ्गमदीदृशस्त्वं बुधरूपवेद्यम् ॥२३॥
મૂળ–અર્થ : જ્યારે વસ્તુને સામાન્ય(અભેદ)રૂપે કહેવામાં આવે ત્યારે તે વસ્તુ દ્રવ્યરૂપે સિદ્ધ થાય છે. અને જ્યારે વસ્તુને વિશેષ ભેદ)રૂપે કહેવામાં આવે ત્યારે વસ્તુ પર્યાયરૂપે સિદ્ધ થાય છે. સકલાદેશ અને વિકલાદેશના ભેદથી એક જ વસ્તુના સાત ભાંગા બતાવવામાં આવ્યા છે. હે ભગવાન, આપની તેવી વસ્તુની પ્રરૂપણ, ખરેખર સુજ્ઞ પંડિત પુરૂષોને જ સમજવા યોગ્ય છે. સાધારણ માણસની તે તેમાં ગતિ જ સંભવતી નથી.
समस्यमानं संक्षेपेणोच्यमानं वस्तु अपर्ययम् अविवक्षितपर्यायम् । वसन्ति गुणपर्याया अस्मिन्निति वस्तु धर्माधर्माकाशपुद्गल कालजीवलक्षणं द्रव्यषट्कम् अयमभिप्रायः। यदैकमेव वस्तु आत्मघटादिकं चेतनाचेतनं सतामपि पर्यायाणामविवक्षया द्रव्यरूपमेव बस्तु वक्तुमिष्यते । तदा संक्षेपेणाभ्यन्तरीकृतसकलपर्यायनिकायत्वलक्षणेनाभिधीयमानत्वात् अपर्ययमित्युपदिश्यते। केवलद्रव्यरूपमेव इत्यर्थः । यथात्माऽयं घटोऽयमित्यादि । पर्यायाणां द्रव्यानतिरेकात् । अत एव द्रव्यास्तिकनयाः शुद्धसंग्रहादयो द्रव्यमात्रमेवेच्छन्ति पयौयाणां तदविष्वग्भूतत्वात् । पर्ययः पर्यवः पर्याय इत्यनान्तरम् । अद्रव्यमित्यादि । चः पुनरर्थे । स च पूर्वस्माद् विशेषद्योतने भिन्नक्रमश्च । विविच्यमानं चेति विवेकेन पृथग्रूपतयोच्यमानम् । पुनरेतद् वस्तु अद्रव्यमेव । अविवक्षितान्वयिद्रव्यं केवलपर्यायरूपमित्यर्थः ।।