________________
२३२
अन्ययोगव्य. द्वा. लोक : १८
=
(અનુવાદ) મોક્ષાકર ગુપ્ત નામના બૌદ્ધાચાર્યે કહ્યું છે કે વર્તમાનકાલીન ચિત્તની જેમ એક ચિત્ત (બુદ્ધિ-જ્ઞાન) અન્ય ચિત્તમાં સંબ દ્ધ થાય છે. આથી મરણપયતનું ચિત્ત અન્ય અન્ય ચિત્તથી સંબધ્ધ છે તેથી સંસારની પરંપરા સિદ્ધ થાય છે. જૈન દર્શન કહે છે કે તમારૂં કથન અર્થહીન છે. કેમ કે બૌદ્ધમતમાં બધી ચિત્તક્ષણને સર્વથા નાશ માનવામાં આવ્યું છે. તેથી એક ચિત્ત અન્ય ચિત્તની સાથે સંબદ્ધ થઈ શકતું નથી. આથી પૂર્વ અને અપર ચિત્ત ક્ષણોનો સંઘ કરાવનાર કેઈ સ્થિર દ્રવ્ય હોવું જોઈએ. અન્યથા પૂર્વ અપર ચિત્ત ક્ષણોનો સંબંધ થઈ શકે નહીં. તેથી ઉભય ચિત્ત ક્ષણને સંબંધ કરાવનાર જે સ્થિર છે તે જ અન્વયી આત્મા છે.
(टीका) न च प्रतिसन्धत्ते इत्यस्य जनयतीत्यर्थः । कार्यहेतुप्रसङ्गात् । तेन वादिनाऽस्य हेतोः स्वभावहेतुत्वेनोक्तत्वात् । स्वभावहेतुश्च तादात्म्ये सति भवति । भिन्नकालभाविनोश्च चित्तचित्तान्तरयोः कुतस्तादात्म्यम् । युगपद्भाविनोश्च प्रतिसन्धेयप्रतिसन्धायकत्वाभावापत्तिः. युगपद्भावित्वेऽविशिष्टेऽपि किमत्र नियामकम् , यदेकः प्रतिसन्धायकोऽपरश्च प्रतिसन्धेय इति । अस्तु वा प्रसिसन्धानस्य जननमर्थः । सोऽप्यनुपपन्नः। तुल्यकालत्वे हेतुफलभावस्याभावात । भिन्नकालत्वे च पूर्वचित्तक्षणस्य विनष्टत्वात् उत्तरचित्तक्षणः कथमुपादानमन्तरेणोत्पद्यताम् । इति यत्किञ्चिदेतत् ।।
( અનુવાદ) શંકા નિત તાત્તત્તાત્તાં પ્રતિબંધ અહીં પ્રતિસંધાન શબ્દ છે તેને અર્થ પૂર્વ-ચિત્ત ઉત્તર ચિત્તની સાથે સંબદ્ધ થાય છે, તેમ નથી. કિન્તુ પૂર્વ ચિત્ત ક્ષણ ઉત્તર ચિત્તક્ષણને ઉત્પન્ન કરે છે. તે અર્થ છે. '
સમાધાનઃ એ ઠીક નથી. કેમ કે એ પ્રમાણે પૂર્વ ચિત્ત અને અપર ચિત્તક્ષણોને કાર્ય-કારણભાવ માનવામાં આવે તે કાર્ય હેતુ થશે. પરંતુ બૌદ્ધો વડે તે પૂર્વ-અપર ચિત્તક્ષણોમાં સ્વભાવહેતુ માનવામાં આવ્યો છે. અને સ્વભાવહેતુ તે તાદાભ્ય સંબંધ હોય તો ઘટે છે. જેમ “આ વૃક્ષ શિશપ (સીસમ) છે વૃક્ષત્વ હેવાથી,” અહીં વૃક્ષ અને શિંશાનો તાદામ્ય સંબંધ હોવાથી સ્વભાવહેતુ અનુમાન થાય છે, પરંતુ પૂર્વ અને
અપર ચિત્તક્ષણ ભિન્ન ભિન્ન સમયમાં હોવાથી પૂર્વ-અપર ચિત્તક્ષણાને તાદામ્ય સંબંધ નહીં હવાથી રવભાવહેતુ બની શકશે નહીં જે પૂર્વ-અપર રિત્તિક્ષણની સત્તા એક જ સમયમાં હોય તે તેમાં પ્રતિસધેય ((કાર્ય) અને પ્રતિસંધાયક (કારણ)નો વિભાગ થઈ શકશે નહીં કેમ કે એક જ સમયમાં ઉત્પન્ન થવાવાળા ચિત્તક્ષણમાં કેણ નિયામક છે કે જેથી એક પ્રતિસંધય અને અપર પ્રતિસંધાયક થાય? અથવા માનો કે પ્રતિસંધાનને અર્થ ઉત્પન થવું એમ કરે, તે પણ એક જ સમયવતી ચિત્તક્ષણામાં કાર્યકારણભાવ થઈ શકતું નથી. કેમ કે કાર્યકારણભાવ વિભિન્નકાલીન પદાર્થમાં જ થાય છે. પૂર્વ-અપર ચિત્તક્ષણે ભિન્ન ભિન્ન કાળમાં હોય તો પણ બૌદ્ધમતમાં સર્વ પદાર્થો ક્ષણભંગુર છે. તેથી પૂર્વ ચિત્તક્ષણને સર્વથા નાશ થઈ જવાથી પૂર્વાચિત્તરૂપ ઉપાદાન કારણ વિના ઉત્તર ચિત્તક્ષણની ઉત્પત્તિ કઈ રીતે થઈ શકશે ? તેથી ઉપર્યુક્ત બૌદ્ધનું કથન યુક્તિ યુક્ત નથી.