________________
स्थाद्वादमंजरी
૨૨
થાય ત્યારે પ્રત્યક્ષમાં ભાતપણું સિદ્ધ થાય. આ રીતે અને પ્રત્યક્ષ પરસ્પર આશ્રિત હોવાથી અન્યાશ્રય દોષ પણ આવે છે. માટે પ્રત્યક્ષ કે અનુમાનથી જ્ઞાન અને પદાર્થમાં અભેદની સિદ્ધિ થઈ શકતી નથી. કેઈ બાહ્ય પદાર્થ ના હોય તે પદાર્થોના નિશ્ચિત સ્થાનની પ્રતીતિ પણ થઈ શકતી નથી. જેમ “આ વસ્તુ આ સ્થાનમાં છે, અન્યત્ર નથી” આ નિયમ બાહ્ય પદાર્થના અભાવમાં બની શક્તા નથી. .: (टीका) वासनानियमात्तदारोपनियम इति चेत् । न । तस्या अपि तदेशनियमकारणाभावात् । सति बर्थसद्भावे यद्देशोऽर्थस्तद्देशोऽनुभवः तद्देशा च तत्पूर्षिकाવાસના વહાથમા તુ તા: fછતો નિયમઃ |
(અનુવાદ). બૌદ્ધ દર્શન કહે છે. અમે વાસનાથી પ્રતિનિયત સ્થાનમાં રહેવાવાળા પદાર્થનું જ્ઞાન કરીએ છીએ, જેમ ઘટ પ્રતિનિયત સ્થાનમાં રહેલ છે. પરંતુ તે સ્થાનનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. વાસના દ્વારા અમુક પદાર્થ અમુક સ્થાનમાં છે, ઈત્યાદિ જ્ઞાન થાય છે. આથી બાહ્ય પદાર્થના જ્ઞાનનું કારણ વાસના છે. વાસ્તવિક કેઈ બાહ્ય પદાર્થ નથી.
. જન દર્શન કહે છે તમારી વાત માન્ય નથી. કેમકે વાસનાથી પણ પ્રતિનિયત સ્થાનનું જ્ઞાન થઈ શકતું નથી. બાહ્ય પદાર્થના સદુભાવમાં જ જે સ્થાનમાં જે પદાર્થનું અસ્તિત્વ હોય છે, તે સ્થાનમાં તે પદાર્થનું જ્ઞાન થાય છે, તે જ્ઞાન પૂર્વક જ વાસના ઉત્પન્ન થાય છે. આથી જે બાહ્ય પદાર્થ કઈ ના હોય તે પ્રતિનિયત સ્થાનને નિયમ કઈ રીતે થઈ શકે?
(टीका) अथास्ति तावदारोपनियमः । न च कारणविशेषमन्तरेण कार्यविशेषो घटते । बाह्यश्चार्था नास्ति । तेन वासनानामेव वैचित्र्यं तत्र हेतुरिति चेत्, तद्वासनावैचित्र्यं बोधाकारादन्यत्, अनन्यद्वा । अनन्यच्चेत् । बोधाकारस्यैकत्वात्कस्तासां परस्परतो विशेषः। अन्यच्चेत् । अर्थे कः प्रद्वेषः, येन सर्वलोकप्रतीतिरपहनूयते । तदेवं सिद्धो ज्ञानार्थयोर्भेदः ।
| (અનુવાદ) - બૌદ્ધ દર્શનઃ વાસનાથી પ્રતિનિયત સ્થાનના આરોપને નિયમ થઈ શકે છે. કેમકે કારણવિશેષ વિના કાર્ય વિશેષની ઉત્પત્તિ થઈ શકતી નથી. બાહ્ય પદાર્થ તે કઈ છે જ નહીં. તેથી ભિન્ન ભિન્ન પ્રકારના બાહ્ય પદાર્થોનું જ્ઞાન કરવામાં વાસનાનું વૈચિયપણું જ કારણ છે. * જૈન દર્શન એ વાસનાનું ચિત્ર્યપણું જ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન ? જે વાસના વૈચિયજ્ઞાનથી અંભિન્ન હોય તે વાસનામાં વિચિત્રતા આવી શકશે નહીં કેમકે પગ અને વાસના બનેનું એકપણું થવાથી વાસનામાં વિચિત્રતા સંભવી શકતી નથી. એ વાસનાનું વૈચિત્ર્યપણું જ્ઞાનથી ભિન્ન હોય ઑો અન્ય બાહ્ય પદાર્થો પ્રત્યે શું લેપ છે કે