________________
२१२
. તા. જહોવા
૨૬
જ્ઞાન અને પદાર્થ એક સાથે ઉપલબ્ધ થાય છે, તેથી જ્ઞાન પદાર્થથી ભિન્ન નથી. એ પ્રકારે વ્યાપકાનુપલબ્ધિ-અનુમાનથી જ્ઞાન અને પદાર્થમાં અભેદની સિદ્ધિ થાય છે. પ્રતિષેધ્ય (સાધ્યથી વિપરીત) વ્યાપકની અનુપલબ્ધિને વ્યાપકાનુપલબ્ધિ કહે છે.
જ્યાં જ્યાં ભેદ હોય ત્યાં ત્યાં સાથે રહેવાપણું ના હોય. અહીં જ્ઞાન અને પદાર્થના ભેદમાં (પ્રતિષેધ્ય) સાધનની અનુપલબ્ધિ હોવાથી જ્ઞાન અને પદાર્થમાં અભેદની સિદ્ધિ થાય છે. જેવી રીતે નીલ, અને પીત એક સાથે ઉપલબ્ધ થતા નથી, તેથી તેમાં પરસ્પર ભેદ છે, તેવી રીતે જ્ઞાન અને પદાર્થમાં ભેદની સિદ્ધિ થઈ શકતી નથી. કેમકે જ્ઞાન અને પદાર્થની સાથે જ ઉપલબ્ધિ થાય છે માટે તેમાં અભેદ છે.
(टीका) न । संदिग्धानकान्तिकत्वेनास्यानुमानाभासत्वात् । ज्ञानं हि स्वपरसंवेदनम् । तत्परसंवेदनतामात्रेणैव नीलं गृहणाति, स्वसंवेदनतामात्रेणैव च नीलबुद्धिम् । तदेवमनयोयुगपद् ग्रहणात्सहोपलम्मनियमोऽस्ति अभेदश्च नास्ति । इति सहोपलम्भनियमरूपस्य हेतोर्विपक्षाद् व्यावृत्तेः संदिग्धत्वात् संदिग्धानकान्तिकत्वम् । असिद्धश्च सहोपलम्भनियमः। नीलमेतत् इति बहिमुर्खतयाऽर्थेऽनुभूयमाने तदानीमेवान्तरस्य नीलानुभवस्याननुभवात्, इति कथं प्रत्यक्षस्यानुमानेन ज्ञानार्थयोरभेदसिद्धया भ्रान्तत्वम् । अपि च, प्रत्यक्षस्य भ्रान्तत्वेनाबाधितविषयत्वादनुमानस्यात्मलाभः, लब्धात्मके चानुमाने प्रत्यक्षस्य भ्रान्तत्वम् , इत्यन्योन्याश्रयदोषोऽपि दुर्निवारः । अर्थाभावे च नियतदेशाधिकरणाप्रतीतिः कुतः। न हि तत्र विवक्षितदेशेऽयमारोपयितव्यो नान्यत्रेत्यस्ति नियमहेतुः।
' (અનુવાદ) જૈન દશન કહે છેઃ પૂર્વોક્ત અનુમાન “સંદિગ્ધાનેકનિક' હોવાથી અનુમાનાભાસ છે. જ્યાં સહાપલંભ હોય ત્યાં અભેદ હોય એ કેઈ નિયમ નથી. કેમકે જ્ઞાન પતે પિતાને જાણે છે, અને પર (પદાર્થ)ને પણ જાણે છે. જ્ઞાન સ્વસંવેદન માત્રથી નીલજ્ઞાનને જાણે છે, અને પર સંવેદનમાત્રથી નીલ(પદાર્થ)ને જાણે છે. યદ્યપિ નીલ અને નીલજ્ઞાનનું એકી સાથે ગ્રહણ થતું હોવાથી સહ પલંભ નિયમ છે, પરંતુ તેથી નાલ (પદાર્થ) અને નીલ જ્ઞાનમાં અભેદની સિદ્ધિ થઈ શકતી નથી. કેમકે નીલ (પદાર્થ) બાહ્ય અને નીલજ્ઞાન આત્યંતર હોવાથી પરસ્પર ભિન છે. તેથી સહેપલંભ નિયમ અને અભેદની વ્યાપ્તિ બની શકતી નથી. માટે જ્ઞાન અને પદાર્થ માં અભેદની સિદ્ધિ માટે તમારો સહાપલંભ નિયમ-હેતુ, અભેદરૂપ સાધ્યથી વિપરીત ભેદરૂપ વિપક્ષમાં રહેવાથી, સંદેહાત્મક હોવાને કારણે, સંદવિધાનકાન્તિક નામને હેત્વાભાસ બને છે તેમજ સહેપલંબ નિયમહેતુ પક્ષમાં નહીં રહેવાથી અસિદ્ધ પણ છે. કેમકે જ્યારે આ નલ છે એવું બાહા પદાર્થનું જ્ઞાન થાય છે ત્યારે અંતરંગ નીલ જ્ઞાનને અનુભવ થતો નથી. કેમકે બનને
ઉત્પત્તિમાં સમયનું અંતર છે. આથી જ્ઞાન અને પદાર્થમાં ભેદ સિદ્ધ કરવાવાળા પ્રત્યક્ષમાં અભેદસાધક અનુમાન દ્વારા બ્રાન્તપણું સિદ્ધ થઈ શકતું નથી. અને જે પ્રત્યક્ષમાં બ્રાન્તપણું સિદ્ધ થાય તે અનુમાનનો વિષય અબાધિત થાય. જ્યારે અનુમાન અબાધિત