________________
१९८
अन्ययोगव्य. द्वा. श्लोक : १६
(અનુવાદ) પૂર્વાર્ધની અન્ય પ્રકારે વ્યાખ્યા કરે છે. બૌદ્ધ દર્શન પદાર્થથી જ્ઞાનની ઉત્પત્તિ માને છે, તેથી પદાર્થથી ઉત્પન્ન થયેલું જ્ઞાન પિતાના ઉત્પાદક પદાર્થને જ ગ્રહણ કરે છે (જાણે છે). કહ્યું પણ છે કે જે પદાર્થ જ્ઞાનની ઉત્પત્તિમાં કારણ નથી તે પદાર્થ જ્ઞાનને વિષય પણ હઈ શક્તા નથી. તેથી જ પદાર્થ જ્ઞાન પ્રત્યે કારણ છે અને જ્ઞાન પદાર્થનું કાર્ય છે.
(टीका) एतच्च न चारु यतो यस्मिन् क्षणेऽर्थस्य स्वरूपसत्ता तस्मिनद्यापि ज्ञानं नोत्पद्यते । तस्य तदा स्वोत्पत्तिमात्रव्यग्रत्वात् । यत्र च क्षणे ज्ञानं समुत्पन्न तत्रार्थोऽतीतः । पूर्वापरकालभावनियतश्च कार्यकारणभावः । क्षणातिरिक्तं चावस्थान नास्ति । ततः कथं ज्ञानस्योत्पत्तिः, कारणस्य विलीनत्वात् । तद्विलये च ज्ञानस्य निर्विषयतानुषज्यते । कारणस्यैव युष्मन्मते तद्विषयत्वात् । निविषयं च ज्ञानमप्रमाणमेवाकाशकेशज्ञानवत् । ज्ञानसहभाविनश्वार्थक्षणस्य न ग्राह्यत्वम् , तस्याकारणत्वात् । अत आह न तुल्यकाल इत्यादि । ज्ञानार्थयोः फलहेतुभावः कार्यकारणभावस्तुल्यकालो न घटते । ज्ञानसहभाविनोऽर्थक्षणस्य ज्ञानोत्पादकत्वात् । युगपद्वाविनोः कार्यकारणभावायोगात् । अथ प्राचोऽर्थक्षणस्य ज्ञानोत्पादकत्वं भविष्यति । तत्र । यत आह हेतौ इत्यादि । हेतावर्थरूपे ज्ञानकारणे विलीने क्षणिकत्वान्निरवयं विनष्टे न फलस्य ज्ञानलक्षणकार्यस्य भाव आत्मलाभः स्यात् । जनकस्यार्थक्षणस्यातीतत्वाद् निर्मूलमेव ज्ञानात्थानं स्यात् ॥
(અનુવાદ) જૈન દર્શન કહે છે કે તમારું આ કથન ઠીક નથી. જે ક્ષણમાં પદાર્થ સ્વસ્વરૂપે વિદ્યમાન હોય છે. તે ક્ષણમાં જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી કારણ કે તમારા મતે પદાર્થો સંપૂર્ણરૂપે ઉત્પન્ન થતા નથી ત્યાં સુધી જ્ઞાનને ઉત્પન્ન કરવા માટે સમર્થ થઈ શક્તા નથી. કેમકે તે ક્ષણમાં પદાર્થ પિતાની ઉત્પત્તિમાં જ વ્યર્થ હોય છે. અને જે ક્ષણમાં જ્ઞાન ઉત્પન થાય છે તે ક્ષણમાં તે પદાર્થ સ્વયં નષ્ટ થઈ જાય છે. કેમકે બૌદ્ધ મતે પ્રત્યેક પદાર્થ ક્ષણક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળા છે. વળી પૂર્વ અને અપરકાલમાં રહેવાવાળા પદાર્થોમાં જ કાર્ય-કારણભાવ ઘટી શકે છે. પરંતુ બૌદ્ધ મતમાં તે કેઈપણ વસ્તુ ક્ષણમાત્રથી અધિક કાલ રહી શકતી નથી, તેથી જ્ઞાનની ઉત્પત્તિના કારણરૂપ પદાર્થને નિરન્વય નાશ થવાથી પદાર્થથી જ્ઞાનની ઉત્પત્તિ કઈ રીતે થઈ શકે ? વળી તમારા મતે જ્ઞાનની ઉત્પત્તિના કારણરૂપ પદાર્થ જ જ્ઞાનને વિષય છે, તેથી પદાર્થને નાશ થવાથી જ્ઞાન નિવિષય બની જશે. અને નિર્વિષય જ્ઞાન આકાશhશના જ્ઞાનની જેમ અપ્રમાણ બનશે. એમ ના કહેશે કે જ્ઞાન અને પદાર્થ સાથે ઉત્પન્ન થાય છે. કેમકે સાયે ઉત્પન્ન થવાવાળા પદાર્થ અને જ્ઞાનમાં કાર્ય-કારણભાવ થઈ શકતો નથી. તેથી પદાર્થ કારણ અને જ્ઞાન એ તેનું કાર્ય બની શકતું નથી કારણ કે કારણ કાર્યની પહેલાં જ વિદ્યમાન હોવું જોઈએ. તેથી જ્ઞાનની સાથે ઉત્પન્ન થવાવાળા પદાર્થમાં જ્ઞાનનું