________________
स्याद्वादम जरी
१९७
હેતુના નાશથી ફલનેા અભાવ થાય છે. તે વાત અમે સારી રીતે કહી છે. આ બન્ને પાદના અર્થ પૂર્વે કહેલા જ છે, તેથી અહી' ફલ ઉપાદેય અને હેતુ ઉપાદાન, તે બન્નેના સંબંધને ઉપાદાન-ઉપાદેયભાવ કહે છે.
1
( टीका ) यच्च क्षणिकत्व स्थापनाय मोक्षाकर गुप्तेनानन्तरमेव प्रलपितं तत् स्याद्वाcara faramrata | निरन्वयनाशवर्ज कथंचित्सिद्धसाधनात् । प्रतिक्षणं पर्यायनाशस्याने कान्तवादिभिरभ्युपगमात् । यदप्यभिहितम् ' न ह्येतत् संभवति जीवति च देवदत्तो मरणं चास्य भवतीति तदपि संभवादेव न स्याद्वादिनां क्षतिमावहति । यतो जीवनं प्राणधारणं, मरणं चायुर्दलिकक्षयः । ततो जीवतोऽपि देवदत्तस्य प्रतिसमयमायुर्दलिकानामुदीर्णानां क्षयादुपपन्नमेव मरणम् । न च वाच्यमन्त्यावस्थायामेव कृत्स्नायुर्द लिकक्षयात् तत्रैव मरणव्यपदेशो युक्त इति । तस्यामप्यवस्थायां न्यक्षेण तत्क्षयाभावात् । तत्रापि वशिष्टानामेव तेषां क्षयो न पुनस्तत्क्षण एव युगपत्सर्वे - षाम् । इति सिद्धं गर्भादारभ्य प्रतिक्षणं मरणम् । इत्यलं प्रसङ्गेन ||
(અનુવાદ)
ક્ષણિકત્વની સિદ્ધિને માટે મેાક્ષાકર ગુપ્ત' નામના મૌદ્ગાચા૨ે ઉપયુક્ત જે નિત્યત્વનું ખંડન કર્યુ" છે, તેના સ્યાદ્વાદમાં કોઇ અવકાશ નથી. કેમ કે સ્યાદ્વાદી (અનેકાન્તવાદી) એક નિરન્વય નાશને વ ને સકલ બૌદ્ધમતનુ` કથંચિત્ સમર્થન કરે છે. કેમકે એકાન્ત વાદી પર્યાયના નાશની અપેક્ષાએ સર્વ વસ્તુના પ્રતિક્ષણે નાશ સ્વીકારે છે.
તમે જે કહ્યું : ‘જીવતા દેવવ્રુત્તને મૃત તરીકે કહી શકાતા નથી' આ કથન ઠીક નથી. કેમ કે જીવાનુ` પ્રતિક્ષણે મરણ થતું હેાષાથી અનેકાન્તવાદીને કાઈ ક્ષતિ આવતી નથી. પ્રાણને ધારણ કરવા તે જીવન અને આયુષ્યકમ`નાં દલિકોના નાશ, તે મરણુ તેથી દેવદત્તની જીવિત દશામાં પણ પ્રત્યેક સમયે ઉદયમાં આવતાં આયુષ્યનાં દૃલિકાને ક્ષય થતા ડાવાથી જીવતા પણુ દેવદત્તમાં મરણભાવના વ્યવહાર થઈ શકે છે. જો કહેશે.
અન્ય અવસ્થામાં સ'પૂર્ણ આયુષ્યનાં દલિકાનેા ક્ષય થાય છે તે મરણુ કહેવાય છે' તે પણ યુક્ત નથી કેમકે મરણ આવીચી અને નિત્ય એમ એ પ્રકારે છે. પ્રત્યેકક્ષણે આયુનાં લિકાને ક્ષય થવા તે આવીચી મરણુ અને અન્ય અવસ્થામાં છેલ્લાં દલિકને ક્ષય થવા તે નિત્ય મરણુ કહેવાય છે. અન્ત્યાવસ્થામાં સંપૂર્ણ આયુષ્યના ક્ષય થતા નથી. કેમકે અન્ય અવસ્થામાં પણ આયુષ્યનાં બાકી રહેલાં લિકાના જ ક્ષય થાય છે. એકી સાથે એક જ ક્ષણમાં સવ દૃલિકાનેા નાશ થતા નથી. ગર્ભાવસ્થાના આરંભથી મૃત્યુ પર્યંત જીવાનુ' પ્રતિક્ષણે મરણુ થઈ રહ્યું છે. તે નિર્વિવાદ છે.
( टीका ) अथवा परथा व्याख्या । सौगतानां किलार्थेन ज्ञानं जन्यते । तच्च ज्ञानं तमेव स्वोत्पादकमर्थ गृह्णातीति । " नाकारणं विषयः" इति वचनात् । ततवार्थः कारणं ज्ञानं च कार्यमिति ॥