________________
स्याद्वादमंजरी
આપનું કથન ઠીક નથી. કેમ કે તમે પહેલા અને બીજા જ્ઞાનમાં જ્ઞાનની જિજ્ઞાસાને સ્વીકાર કરે છે. તેથી તમારાથી એમ ના કહી શકાય કે એક જ્ઞાન થયા બાદ બીજુ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને તે બને જ્ઞાનમાં સૂક્ષમ ક્રમ છે. એ અયુક્ત છે. પહેલાં તે જ્ઞાન જીજ્ઞાસાથી ઉત્પન્ન થતું નથી. કેમકે ઇન્દ્રિયેના વિષે જાણવા જોગ્ય સ્થાનમાં હોઈને તે તે વિષયની જિજ્ઞાસા વિના પણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેમ જ પદાર્થોનું જ્ઞાન અગ્ય સ્થાનમાં હોતું નથી, કે જેથી જિજ્ઞાસા વિના પદાર્થનું જ્ઞાન ન થઈ શકે. કેમ કે પદાર્થનું જ્ઞાન પણ આત્મામાં જ ઉત્પન્ન થાય છે તેથી જિજ્ઞાસા વિના પણ જ્ઞાન થઈ શકે છે. જે કહેશે કે જિજ્ઞાસા વિના પદાર્થનું જ્ઞાન ભલે થાય તેમાં અમને કંઈ ક્ષતિ નથી; એમ તમારાથી કહી શકાશે નહીં, કેમકે તમારા મતે જિજ્ઞાસા વિના પણ જે જ્ઞાનની ઉત્પત્તિ થતી હોય તે એક પદાર્થના જ્ઞાનમાં અનંત જ્ઞાનની પરંપરા માનવી પડશે ! તેથી આત્મા અપર અપર જ્ઞાનની પરંપરાને જાણવામાં જ મશગુલ રહેશે ક્યારેય પણ આત્મા પદાર્થના જ્ઞાનને જાણી શકશે નહીં. માટે આત્મામાં રહેલું જ્ઞાન જ સ્વયં સંવેદક હોવાથી તેને અપર જ્ઞાનની અપેક્ષાની જરૂર રહેતી નથી. જેમ કે પટાદિ વિષયના જ્ઞાનથી પૂર્વે થયેલ ઘટવિષયકજ્ઞાનમાં “અયં ઘટઃ અય ઘટઃ ઈત્યાકારક ધરાવાહિજ્ઞાનના અંતિમ જ્ઞાનમાં જેમ અન્ય જ્ઞાનની અપેક્ષા નથી, તેમ એકાત્મ સમેત (એક આત્મામાં રહેલ) જ્ઞાનમાં પણ અન્ય જ્ઞાનની અપેક્ષા રહેતી નથી. તેથી જ્ઞાનનું સ્વપરપ્રકાશપણું સિદ્ધ થાય છે. આ પ્રમાણે બારમા શ્લોકને અર્થ જાણુ.