________________
स्याद्वादमंजरी
(અનુવાદ) અનુમાન પ્રમાણુથી પણ જ્ઞાનનું સ્વસંવેદનપણું સિદ્ધ થાય છે. આ પ્રમાણે જ્ઞાન સ્વયં પ્રકાશિત હોઈને પદાર્થને પ્રકાશિત કરે છે, કેમ કે તે પ્રકાશ સ્વરૂપ છે. જે દીપક સ્વયં પ્રકાશિત હેઈને પદાર્થને પ્રકાશિત કરે છે; તેમ જ્ઞાન પણ સ્વયં પ્રકાશિત હેઈને પદાર્થને પ્રકાશિત કરે છે. અર્થાત દીપક જેમ સ્વપ્રકાશ સ્વરૂપ છે. તેમ જ્ઞાન પણ સ્વપ્રકાશ સ્વરૂપ જ છે. જે કહે કે જ્ઞાન જ્ઞાનને પ્રકાશિત કરે છે, તેથી તેનું પ્રકાશ્યસ્વરૂપ હેવાથી ઘટની જેમ જ્ઞાન પણ પ્રકાશક થઈ શકતું નથી. તે બરાબર નથી. કેમ કે જ્ઞાન અજ્ઞાનને નાશ કરે છે તેથી તેમાં પ્રકાશકપણું સિદ્ધ થઈ શકે છે.
ननु नेत्रादयः प्रकाशका अपि स्वं न प्रकाशयन्तीति प्रकाशकत्वहेतोरनैकान्तिकतेति चेत्, न नेत्रादिभिरनैकान्तिकता। तेषां लब्ध्युपयोगलक्षणभावेन्द्रियरूपाणामेव प्रकाशकत्वात् । भावेन्द्रियाणां च स्वसंवेदनरूपतैवेति न व्यभिचारः। तथा સંવિત વારસા, અર્થપ્રતીતિવાત, યઃ સવાશો મહિનામાવળંગતીતિ, રથા દા
(અનુવાદ) શંક : નેત્ર આદિ પ્રકાશક હોવા છતાં પણ પોતે પોતાને પ્રકાશિત કરતાં નથી, માટે પ્રકાશકત્વ હેતુ અસ્વપ્રકાશક સ્વરૂપ નેત્રાદિમાં રહેવાથી વ્યવિચારી છે.
સમાધાન : આ કથન અયુક્ત છે. કેમ કે નેત્ર આદિ દ્રવ્યેન્દ્રિય લબ્ધિ અને ઉપગ રૂપ ભાવેન્દ્રિ દ્વારા પોતે પોતાને જાણી શકે છે. મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી આત્મામાં વિશુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને તે વિશુદ્ધિથી ઉત્પન્ન થવા વાળું ઉપયોગરૂપ જ્ઞાન, તેને ભાવેન્દ્રિય કહે છે. તથા સ્પર્શના અને રસના આદિ પાંચ ઇન્દ્રિયોનાં આવરણને ક્ષયે પશમ થવાથી પદાર્થને જાણવાની શકિતવિશેષ તે લબ્ધિ ઇંદ્રિય કહેવાય છે. તે પોત-પોતાની લબ્ધિને અનુસારે આત્માને પદાર્થોમાં પ્રવૃત્તિ કરાવવારૂપ વ્યાપાર, તે ઉપયોગ ઇન્દ્રિય કહેવાય છે. તેથી તે ભાવેન્દ્રિયનું સ્વસંવેદન સ્વરૂપ હોવાથી નેત્રાદિની સાથે પ્રકાશકહેતુ વ્યભિચારી નથી. આથી સિદ્ધ થાય છે કે જ્ઞાન પદાર્થને પ્રકાશિત કરે છે. તેથી તે સ્વપ્રકાશક છે. (વ્યતિરેક) જે સ્વપ્રકાશક નથી તે પદાર્થોને પણ પ્રકાશિત કરતાં નથી. અર્થાત્ પદાર્થોને જાણતા નથી. જેમ કે ઘટ તે સ્વપ્રકાશક નથી માટે પદાર્થને પણ પ્રકાશિત કરતું નથી, અને જ્ઞાન સવપ્રકાશકરૂપ હોવાથી પદાર્થોને પણ જાણી શકે છે.
तदेव सिद्धेऽपि प्रत्यक्षानुमानाभ्यां ज्ञानस्य स्वसंविदितत्वे "सत्संप्रयोगे इन्द्रियबुद्धिजन्मलक्षणं ज्ञान, ततोऽर्थप्राकटयं, तस्मादापत्तिः, तया प्रवर्तकज्ञानस्योपलम्भः" इत्येवंरूपा त्रिपुटीप्रत्यक्षकल्पना भट्टानां प्रयासफलैव ।
(અનુવાદ) આ પ્રકારે પ્રત્યક્ષ અને અનુમાન દ્વારા જ્ઞાનનું સ્વસંવેદનપણું સિદ્ધ થવાથી ભટ્ટ મતાનુસારીને “ત્રિપુટી-પ્રત્યક્ષની કલ્પના કરવા પ્રયાસ, બિલકુલ વ્યર્થ છે. તે ત્રિપુટી પ્રત્યક્ષની કલપના આ પ્રમાણે છે : (૧) વિદ્યમાન પદાર્થોની સાથે ઈન્દ્રિય અને બુદ્ધિને