________________
૨૮
अन्ययोगव्य. द्वा. श्लोक : १२
જૈન કહે છે : આ પણ કથન ઠીક નથી. કારણ કે તમે જે પદાર્થમાં પ્રાકટય દ્વારા જ્ઞાનની સિદ્ધિ કરતા , તે અહીં પ્રશ્ન થાય છે કે : તે અર્થપ્રાકટય સ્વયં જ્ઞાત છે કે અજ્ઞાત? જે તે અર્થપ્રાકટય સ્વયં અજ્ઞાત હોય તે, તે જ્ઞાન કરવામાં સહાયક બનશે નહીં. જે કહેશે કે અર્થપ્રાકટય સ્વયં જ્ઞાત હેવાથી જ્ઞાનનું જ્ઞાન કરાવે છે, તે એક જ્ઞાતતામાં બીજી જ્ઞાતતાની અપેક્ષા, અથવા તે અર્થપત્તિ પણ સ્વયં અજ્ઞાત હેવાથી તમે જ્ઞાતતાને લાવવા માટે બીજી અર્થપત્તિની અપેક્ષા રાખશો! આ રીતે અપર અપર અર્થોપત્તિની કલ્પના કરવામાં આવવાથી અનવસ્થા દેષ આવશે. તેમજ જ્ઞાન અને જ્ઞાતતાનું પરસ્પર સાપેક્ષપણું હોવાથી અન્યોન્યાશ્રય દેષ પણ આવે છે. તેથી જ્ઞાન પદાર્થોને જેમ પ્રકાશિત કરે છે. તેમ જ્ઞાન પોતે પોતાને પણ પ્રકાશિત કરે છે. આ રીતે જ્ઞાનનું સ્વસંવેદનપણું સિદ્ધ થાય છે.
नन्वनुभूतेरनुभाव्यत्वे घटादिवदननुभूतित्वप्रसङ्गः । प्रयोगस्तु ज्ञानमनुभवरूपमप्यनुभूतिनं भवति, अनुभाव्यत्वाद्, घटवत् , अनुभाव्यं च भवद्भिरिष्यते ज्ञान, स्वसंवेद्यत्वात् । नैवम् । ज्ञातु तत्वेनेवानुभूतेरनुभूतित्वेनैवानुभवात् । नचानुभूतेरनुभाव्यत्वं दोषः। अर्थापेक्षयानुभूतित्वात् स्वापेक्षया चानुभाव्यत्वात् । स्वपितृपुत्रापेक्षयैकस्य पुत्रत्वपितृत्ववद् विरोधाभावात् ।
(અનુવાદ) શંકા : જે અનુષતિ(જ્ઞાન)ને અનુભા (ય)રૂપે સ્વીકારવામાં આવે તે રેય (જાણવા યોગ્ય) એવા ઘટાદિ પદાર્થોની જેમ જ્ઞાન. પણ અજ્ઞાન રૂપ થઈ જશે ! કારણ કે જ્ઞાન અનુભવરૂપ હોવા છતાં પણ અનુભાવ્યરૂપ થવાથી ઘટની જેમ જ્ઞાન પણ અનુભવ રૂપ થઈ શકશે નહીં! કેમકે તમે (જૈન) જ્ઞાનને સ્વસંવેદનરૂપ (જ્ઞાન જ્ઞાનને પ્રકાશિત કરે છે.) માને છે, તેથી જ્ઞાનનું અનુમાવ્યરૂપ થવાથી જ્ઞાનમાં અગ્રતા આવશે. અર્થાત્ ઘટાદિ પદાર્થો જેમ અનુભાવ્યરૂપ હેવાથી તેમાં જ્ઞાનરૂપતા નથી તેમ જ્ઞાન પણ જ્ઞાનને વિષય થવાથી જ્ઞાનમાં જ્ઞાનરૂપતા થશે નહીં.
સમાધાન ઃ તમારું આ કથન ઠીક નથી. જ્ઞાતા (પ્રમાતા-આત્મા)નો જ્ઞાતૃત્વરૂપે અનુભવ થાય છે. તેમ જ્ઞાનનો પણ જ્ઞાનરૂપે અનુભવ થાય છે. અનુભૂતિ (જ્ઞાન)ને અનુભાવ્ય (રેય) રૂપ માનવામાં પણ દેષ આવતું નથી. કારણ કે પદાર્થને જાણવાની અપેક્ષાએ જ્ઞાનમાં અનુભુતિત્વ અને જ્ઞાન સવયં પોતાને જાણે છે. તેની અપેક્ષા એ જ્ઞાનમાં અનુભાવ્યત્વ પણ છે. જેમાં એક જ પુરુષમાં પોતાના પિતાની અપેક્ષાએ પુત્રત્વ અને પુત્રની અપેક્ષાએ પિતૃત્વ-ધર્મ રહે છે. તેમ એકજ જ્ઞાનમાં પદાર્થની અપેક્ષાએ અનુભુતિ અને સ્વની અપેક્ષાએ અનુભાવ્યત્વ રહે છે, તેમાં કેઈ વિરોધ આવતા નથી.
अनुमानाच्च स्वसंवेदनसिद्धिः। तथाहि । ज्ञान स्वयं प्रकाशमानमेवार्थ प्रकाशयति, રાજાવાત, કલીપવન | સંવેદના કરવા પ્રકાશમણિમિતિ ચેતા न । अज्ञाननिरासादिद्वारेण प्रकाशकत्वोपपत्तेः ।